નીલમે કહ્યું હતું કે તે અવારનવાર પરિવાર સાથે અહીં સમય પસાર કરવા, મજા કરવા અને આરામ માણવા આવે છે
નીલમ કોઠારીએ યુટ્યુબ વ્લૉગમાં લોનાવલામાં આવેલા તેના બંગલાની ઝલક ફૅન્સને બતાવી હતી
ઍક્ટ્રેસ નીલમ કોઠારી લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે પણ તે સોશ્યલ મીડિયા દ્વારા સતત પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તાજેતરમાં તેણે પોતાના યુટ્યુબ વ્લૉગમાં લોનાવલામાં આવેલા તેના બંગલાની ઝલક ફૅન્સને બતાવી હતી. આ બંગલો લગભગ ૩૦ વર્ષ જૂનો હોવા છતાં એનો રૉયલ લુક જળવાયેલો છે. નીલમે કહ્યું હતું કે તે અવારનવાર પરિવાર સાથે અહીં સમય પસાર કરવા, મજા કરવા અને આરામ માણવા આવે છે.
બંગલાનો લિવિંગ એરિયા ખૂબ જ વિશાળ અને આકર્ષક છે. અહીં મોટી-મોટી બારીઓ છે જે કુદરતી પ્રકાશને અંદર આવવા દે છે. ઉપરાંત, સુંદર સોફા આ વિસ્તારને વધુ મૉડર્ન લુક આપે છે. આ બંગલામાં એક સુંદર ઝૂલો પણ છે. ઝૂલાની સામે મનમોહક નજારો જોવા મળે છે. નીલમે કહ્યું હતું કે આ જગ્યા તેનું સૌથી પ્રિય સ્થળ છે અને તેને અહીં સમય પસાર કરવાનું ખૂબ પસંદ છે.
