Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે નરીમાન પૉઇન્ટ પર બનશે વર્લ્ડ ક્લાસ મરીના

હવે નરીમાન પૉઇન્ટ પર બનશે વર્લ્ડ ક્લાસ મરીના

Published : 30 June, 2026 07:15 AM | Modified : 30 June, 2026 08:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમાં સી-પ્લેનની મજા પણ માણી શકાશે : રેસ્ટોરાં, કૅફે, હોટેલ, યૉટ ક્લબ સાથે દરિયામાં બે સેવનસ્ટાર ફ્લોટિંગ હોટેલ પણ બનશે

નરીમાન પૉઇન્ટ

નરીમાન પૉઇન્ટ


મુંબઈના નજરાણામાં એકનો વધારો થાય એમ છે. મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટીએ હવે નરીમાન પૉઇન્ટના દરિયામાં વર્લ્ડ ક્લાસ મરીના ઊભું કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે એણે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ પાસે મંજૂરી માગી છે. 

આ પ્લાન હેઠળ સી-પ્લેનની ફૅસિલિટી પણ મુંબઈગરાઓને મળી શકશે. સી-પ્લેનનું સીધું ટેકઑફ અને લૅન્ડિંગ થઈ શકે એવી સુવિધા અહીં ઊભી કરવામાં આવશે. વળી આ પ્રોજેક્ટ હેઠળ ૮૦ યૉટ અને બોટની પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. નરીમાન પૉઇન્ટથી અંદર દરિયામાં બે નૉટિકલ માઇલ પર બે સેવનસ્ટાર ફ્લોટિંગ હોટેલ (ક્રૂઝ) ઊભી કરવાનો પ્લાન છે. એમાં ૫૩૦ લક્ઝરી રૂમ અને ૧૫૩૦ લોકો સાથે બેસીને જોઈ શકે એવું થિયેટર પણ હશે.



દરિયામાં બનશે ૮ માળનું બિલ્ડિંગ


આ પ્રોજેક્ટ હેઠળ ફૉરેન ટૂરિસ્ટ, ક્રૂઝ પરના કર્મચારીઓ અને મૅનેજમેન્ટ પ્રોફેશનલ્સ માટે વન BHKથી લઈને થ્રી BHK સુધીના ફ્લૅટ ધરાવતું ૮ માળનું બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે. એ માટે સમુદ્રમાં ૩૫,૦૦૦ ચોરસ મીટર ભરણી કરીને એ જગ્યા રીક્લેમ કરવામાં આવશે. એ માટે પણ કેન્દ્ર સરકારની મંજૂરી માગવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રેસ્ટોરાં કૅફે, હોટેલ, યૉટ ક્લબ, એક્ઝિક્યુટિવ ક્લબ, હેલિપૅડ, આર્ટ ગૅલરી, એક્ઝિબેશન સેન્ટર, શૉપિંગ સેન્ટર અને પ્રીમિયમ રીટેલ સ્ટોર્સની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.

મરીન ડ્રાઇવ પર બનશે ૧૩ લેન : ઑરેન્જ ગેટ ટનલ માટે દરિયામાં ૩૦૦ મીટર રોડનું વિસ્તરણ


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને ચર્ની રોડ રેલવે સ્ટેશન નજીક મરીન ડ્રાઇવ ખાતે ૩૦૦ મીટરના પટ્ટામાં રોડને આઠ લેનમાંથી વધારીને ૧૩ લેન કરવાની મંજૂરી મળી ગઈ છે. નિર્માણાધીન ઑરેન્જ ગેટ ટુ મરીન ડ્રાઇવ ટનલમાંથી આવતાં-જતાં ટ્રાફિકને સમાવવા માટે દરિયામાં વિસ્તરણ કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે. આ ટનલ હાલની આઠમાંથી ૬ લેનને આવરી લેશે જેના માટે જવાહર બાલ ભવન ખાતે ટનલના પ્રસ્તાવિત રૅમ્પના સ્થળ નજીક પ્રૉમનેડ પર બૅરિકેડ્સ લગાવી દેવામાં આવ્યાં છે. MMRDAએ ૧૨૦ મીટર લાંબો અને ૬૦ મીટર પહોળો નવો પ્રૉમનેડ બનાવવાની યોજના ધરાવે છે. પ્રસ્તાવિત પ્રૉમનેડ આશરે ૨૩૦૦ સ્ક્વેર મીટરનો હશે, જેમાંથી ૨૨૩૮ સ્ક્વેર મીટર સીઆરઝેડ 1બી (CRZ 1B) એટલે કે ઇન્ટરટાઇડલ ઝોન વિસ્તારમાં આવે છે. એથી હજી પર્યાવરણ વિભાગની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK