નિમ્રત કૌર હાલમાં તેની મમ્મી સાથે શ્રીનગર છાવણી પહોંચી હતી
નિમ્રતે તેની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી
નિમ્રત કૌર હાલમાં તેની મમ્મી સાથે શ્રીનગર છાવણી પહોંચી હતી અને ત્યાં તેણે પપ્પા શહીદ મેજર ભૂપેન્દ્ર સિંહની ૭૩મી જયંતીના દિવસે તેમના શહીદ સ્મારકની મુલાકાત લીધી હતી અને તેમના બલિદાનને યાદ કર્યું હતું. નિમ્રતે તેની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી અને નોંધ લખી હતી, ‘એક વર્ષ પહેલાં મારા પપ્પાની જીવનયાત્રાને રાજસ્થાનમાં તેમના જન્મસ્થાને અમર કરી દેવામાં આવી હતી અને એક વર્ષની અંદર જ તેઓ જ્યાં શહીદ થયા હતા ત્યાં કાશ્મીરમાં એક નવા સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાપાના બલિદાને અમારા પરિવાર માટે સદ્ભાવનાનો એક આજીવન વારસો છોડ્યો છે. જન્મદિન મુબારક પાપા.’


