કરણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘રામાયણ’ આપણી સંસ્કૃતિના રક્તમાં વણાયેલી એક એવી કથા છે જેની સાથે અનેક પેઢીઓ મોટી થઈ છે. આ માત્ર એક વાર્તા નથી... મૂલ્યો, પરંપરાઓ અને શુદ્ધ માનવતાનું જીવંત પ્રતીક છે.
રામાયણનો સીન
નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ આખરે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે અને સોશ્યલ મીડિયા પર દર્શકો પોતાના રિવ્યુ શૅર કરી રહ્યા છે. કરણ જોહરે પણ એક પોસ્ટ શૅર કરીને ફિલ્મ વિશેનો પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. કરણે પોતાની પોસ્ટમાં ફિલ્મની ભવ્ય સિનેમૅટિક કલ્પના અને મુખ્ય કલાકારોના અભિનયની ભારપૂર્વક પ્રશંસા કરી છે.
કરણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘રામાયણ’ આપણી સંસ્કૃતિના રક્તમાં વણાયેલી એક એવી કથા છે જેની સાથે અનેક પેઢીઓ મોટી થઈ છે. આ માત્ર એક વાર્તા નથી... મૂલ્યો, પરંપરાઓ અને શુદ્ધ માનવતાનું જીવંત પ્રતીક છે. આપણે આ કથા વાંચી છે, જોઈ છે અને બીજાઓને સંભળાવી પણ છે. આમ છતાં જ્યારે એનું સિનેમૅટિક રૂપાંતર આપણને આશ્ચર્યચકિત કરી દે ત્યારે એને કોઈ ચમત્કારથી ઓછું ન કહી શકાય. ‘રામાયણ’ની સમગ્ર ટીમના દરેક સભ્યને હું સલામ કરું છું, તેમની પ્રશંસા કરું છું અને તેમના પ્રત્યે મારા હૃદયમાં ખૂબ જ આદર છે. આપણે બધા આવું સપનું જોઈ શકીએ છીએ, પણ આ ટીમે ખરેખર મેદાનમાં ઊતરીને એને સાકાર કરી બતાવ્યું છે. ફિલ્મના દરેક કલાકાર અને આ મહાકાવ્ય સાથે જોડાયેલી સમગ્ર ટીમને ખૂબ-ખૂબ અભિનંદન. આજે હું એક ફિલ્મમેકર અને ગૌરવપૂર્ણ ભારતીય સિનેમાપ્રેમી તરીકે આ ફિલ્મ જોઈને અભિભૂત છું. તમે પણ શક્ય એટલી વહેલી તકે તમારા પરિવાર સાથે આ દિવ્ય આશીર્વાદ સમાન ફિલ્મ જોવા જાઓ.’
