Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તરકાશીમાં સુરતની પટેલ ફૅમિલીની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના ૩ સહિત ૪ લોકોનાં મોત

ઉત્તરકાશીમાં સુરતની પટેલ ફૅમિલીની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના ૩ સહિત ૪ લોકોનાં મોત

Published : 06 November, 2026 01:23 PM | IST | Uttarkashi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતથી ચારધામની યાત્રાએ ગયેલા પટેલ પરિવારની કારને ગઈ કાલે ઉત્તરકાશીમાં ગંગોત્રી નૅશનલ હાઇવે પર અકસ્માત થયો હતો.

ગઈ કાલે ગંગોત્રી નૅશનલ હાઇવે પર ગંગનાની પાસે ભાગીરથી નદીમાં ખાબકેલી કાર અને એમાંથી મૃતદેહ કાઢીને લઈ જતા નૅશનલ અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો.

ગઈ કાલે ગંગોત્રી નૅશનલ હાઇવે પર ગંગનાની પાસે ભાગીરથી નદીમાં ખાબકેલી કાર અને એમાંથી મૃતદેહ કાઢીને લઈ જતા નૅશનલ અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો.


સુરતથી ચારધામની યાત્રાએ ગયેલા પટેલ પરિવારની કારને ગઈ કાલે ઉત્તરકાશીમાં ગંગોત્રી નૅશનલ હાઇવે પર અકસ્માત થયો હતો. ઉત્તરાખંડમાંથી જ ભાડે લીધેલી ઇનોવા કાર અંદાજે ૩૦૦ મીટર ઊંડી ખીણમાં પડ્યા બાદ ભાગીરથી નદીમાં ખાબકતાં કારમાં સવાર એક જ પરિવારના ૩ સભ્યો સહિત ૪ લોકોનાં મોત થયાં હતાં.

સુરતમાં રહેતા અશોક પટેલ ૩૧ ઑક્ટોબરે પોતાનાં પત્ની અને પુત્ર તેમ જ પુત્રી સાથે ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. તેમની કાર ગંગોત્રી નૅશનલ હાઇવે પરથી પસાર થઈ રહી હતી એ સમયે કેદારનાથ જતાં કાર પર જાણે કે કાળચક્ર ફરી વળ્યું હતું. આ કાર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. કારમાં બેઠેલા અશોક પટેલ, તેમનાં પત્ની સુધા પટેલ અને પુત્રી રુતિકાનું મોત થયું હતું, જ્યારે પુત્ર વેદાંતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારમાં કુલ ૭ લોકો બેઠા હતા જેમાંથી ડ્રાઇવરનું મોત થયું છે, જ્યારે અમદાવાદનાં કિરણ પટેલ સહિત બે વ્યક્તિ લાપતા છે જેની શોધખોળ સ્થાનિક પ્રશાસન કરી રહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 01:23 PM IST | Uttarkashi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK