Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લારા દત્તાએ રામાયણમાં કૈકેયીનો રોલ કરવાનો પોતાનો અનુભવ શૅર કર્યો

લારા દત્તાએ રામાયણમાં કૈકેયીનો રોલ કરવાનો પોતાનો અનુભવ શૅર કર્યો

Published : 06 November, 2026 11:54 AM | Modified : 06 November, 2026 12:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેના માટે ઇતિહાસમાં સૌથી વધારે ગેરસમજ થયેલી છે એવી માતાની ભૂમિકા ભજવવાની તક મારા માટે સૌભાગ્ય છે.

લારા દત્તા

લારા દત્તા


ગઈ કાલે રિલીઝ થયેલી ‘રામાયણ’માં લારા દત્તાએ પણ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં તે રાજા દશરથની પત્ની અને ભગવાન રામની સાવકી માતા કૈકેયીની ભૂમિકા ભજવી રહી છે.
હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે લારા દત્તાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કૈકેયી જેવી ઐતિહાસિક હસ્તીની ભૂમિકા પડદા પર ભજવવી તેના માટે કેટલો ખાસ અનુભવ રહ્યો છે.

પોતાના અનુભવ વિશે વાત કરતાં લારા દત્તાએ લખ્યું હતું કે ‘ઘણાં વર્ષો પહેલાં એક પ્રબળ ઇચ્છા મનમાં જન્મી હતી... પોતાનાથી પણ વિશાળ અને સમગ્ર સમૂહથી પણ મહાન એવી કોઈ બાબતનો હિસ્સો બનવાની ઇચ્છા. એવી કોઈ બાબત, જે સમયની સીમાઓને પણ પાર કરી જાય અને જે આપણા અસ્તિત્વના મૂળભૂત તાણાવાણામાં વણાયેલી હોય. આજે એ ઇચ્છાને અનંતકાળ જેટલી શાશ્વત એવી એક વાર્તામાં સ્થાન મળ્યું છે. જેના માટે ઇતિહાસમાં સૌથી વધારે ગેરસમજ થયેલી છે એવી માતાની ભૂમિકા ભજવવાની તક મારા માટે કેટલું અસાધારણ સૌભાગ્ય છે. તેમનાં માનવીય પાસાંને જીવંત કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. તેમની વ્યથા, તેમની નબળાઈઓ, તેમનો અપરાધભાવ અને તેમનો પશ્ચાત્તાપ પડદા પર રજૂ કરવાની તક મળી છે. એક એવી સ્ત્રી જેણે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખ્યો હતો અથવા કદાચ એમ કહી શકાય કે તેમણે ઇતિહાસને એ માર્ગે આગળ વધાર્યો જેના પર એ પહેલેથી જ આગળ વધવા માટે નિર્ધારિત હતો. હું આ તક મળતાં વિનમ્રતા અનુભવું છું અને હૃદયપૂર્વક આભારી છું.’


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK