Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૂના લક્ષ્મણ સુનીલ લહરીને પસંદ પડી રામાયણમાં આ રોલ કરનાર રવિ દુબેની ઍક્ટિંગ

જૂના લક્ષ્મણ સુનીલ લહરીને પસંદ પડી રામાયણમાં આ રોલ કરનાર રવિ દુબેની ઍક્ટિંગ

Published : 06 November, 2026 11:31 AM | Modified : 06 November, 2026 12:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંગીતમાં મિથિલા અને અયોધ્યાનો સ્થાનિક રંગ હોવો જોઈએ. જોકે હું કોઈ નિષ્ણાત નથી, પણ આ મારા વિચારો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ફિલ્મને ખૂબ સફળતા મળે. આ ફિલ્મનું સફળ થવું ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા લોકોની રોજી-રોટી એની સાથે જોડાયેલી છે.

સુનીલ લહરી, રવિ દુબે

સુનીલ લહરી, રવિ દુબે


નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘રામાયણ’ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકામાં અભિનેતા રવિ દુબે જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રવિ દુબેના અભિનય ‌‌‌વિશે રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને સારી એવી લોકપ્રિયતા મેળવનાર સુનીલ લહરીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

સુનીલે સોશ્યલ મીડિયામાં રવિ દુબેની ઍક્ટિંગ વિશે લખ્યું હતું કે ‘નવી રામાયણમાં લક્ષ્મણના પાત્રમાં જે નિર્દોષતા અને ગુસ્સો દેખાવો જોઈએ એ જોવા મળી રહ્યો છે. નવી રામાયણની સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ.’ થોડા સમય પહેલાં સુનીલ લહરીએ ફિલ્મ ‘રામાયણ’ના સંગીત ‌વિશે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેઓ ફિલ્મના સંગીતથી ખાસ ખુશ નથી. સુનીલે કહ્યું હતું કે ‘આવા મહાકાવ્યમાં સંગીત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મનું મેં અત્યાર સુધી જે પણ સંગીત સાંભળ્યું છે એમાંનાં કેટલાંક ગીતોએ મને થોડી નિરાશા આપી છે. આ ગીતોના સંગીતમાં મિથિલા અને અયોધ્યાનો સ્થાનિક રંગ હોવો જોઈએ. જોકે હું કોઈ નિષ્ણાત નથી, પણ આ મારા વિચારો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ફિલ્મને ખૂબ સફળતા મળે. આ ફિલ્મનું સફળ થવું ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા લોકોની રોજી-રોટી એની સાથે જોડાયેલી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK