Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે મારે મૅટરનિટી લીવ લેવી પડશે: સમન્થા રુથ પ્રભુ

હવે મારે મૅટરનિટી લીવ લેવી પડશે: સમન્થા રુથ પ્રભુ

Published : 26 June, 2026 12:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથની સુપરસ્ટાર સમન્થા રુથ પ્રભુએ સ્વીકાર્યું છે કે લગ્નના લગભગ ૬ મહિના બાદ તે મમ્મી બનવાની છે.

સાઉથની સુપરસ્ટાર સમન્થા રુથ પ્રભુ

સાઉથની સુપરસ્ટાર સમન્થા રુથ પ્રભુ


સાઉથની સુપરસ્ટાર સમન્થા રુથ પ્રભુએ સ્વીકાર્યું છે કે લગ્નના લગભગ ૬ મહિના બાદ તે મમ્મી બનવાની છે. ટૂંક સમયમાં સમન્થા અને રાજ નિદિમોરુ પહેલી વખત પેરન્ટ્સ બનવાનાં છે. હવે સમન્થાએ પોતાના મૅટરનિટી લીવના પ્લાનિંગ વિશે પણ વાત કરી છે. હૈદરાબાદમાં બુધવારે સમન્થાની લેટેસ્ટ ફિલ્મ ‘મા ઇન્ટી બંગારમ’ની સક્સેસ-પાર્ટી દરમ્યાન તેણે કહ્યું હતું કે આવનારા સમયમાં તે પોતાના સ્વાસ્થ્ય અને પરિવાર પર ધ્યાન આપવા માટે થોડા સમય માટે ફિલ્મોથી દૂર રહેશે.

સમન્થાએ મૅટરનિટી લીવ માટેનું પ્લાનિંગ જણાવતાં કહ્યું હતું કે ‘‘મા ઇન્ટી બંગારમ’ પછી હું થોડા સમયનો બ્રેક લેવા જઈ રહી છું. હવે મારે મૅટરનિટી લીવ લેવી પડશે પણ હું મારા ચાહકોથી વધુ સમય સુધી દૂર નહીં રહું અને ટૂંક સમયમાં નવી ફિલ્મ સાથે કમબૅક કરીશ.’



સમન્થાની આ વાત સાંભળીને જ કાર્યક્રમમાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટ સાથે આ ખુશખબરનું સ્વાગત કર્યું અને સમન્થાને શુભેચ્છાઓ આપી. સમન્થાએ પણ સૌનો આભાર માન્યો અને કહ્યું કે તેને પોતાના ચાહકો તરફથી હંમેશાં પ્રેમ અને સપોર્ટ મળતો રહ્યો છે. સમન્થાએ આ જાહેરાત કરી ત્યારે આ ઇવેન્ટમાં રાજ નિદિમોરુ પણ હાજર હતો અને તેના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે સમન્થા હાલ પોતાની પ્રેગ્નન્સીના શરૂઆતના મહિનાઓમાં છે અને ડિસેમ્બરમાં મમ્મી બની શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK