નુશરત દિવ્ય ભસ્મ આરતીમાં પણ સામેલ થઈ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં નુશરત ભરૂચા
નુશરત ભરૂચાએ ગઈ કાલે પવિત્ર પુત્રદા એકાદશીના અવસરે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં બાબા મહાકાલનાં દર્શન કર્યાં હતાં. નુશરત દિવ્ય ભસ્મ આરતીમાં પણ સામેલ થઈ અને ભગવાન મહાકાલના આશીર્વાદ પણ લીધા. ભસ્મ આરતી દરમ્યાન નુશરત નંદી હૉલમાં સંપૂર્ણ રીતે શિવભક્તિમાં ડૂબેલી જોવા મળી. આ વિશેષ અવસરે મંદિરના પૂજારીઓએ તેને પ્રસાદ સ્વરૂપે મહાકાલ અંકિત દુપટ્ટો પણ ભેટ આપ્યો.


