ફિલ્મ ‘ભાગવત ચૅપ્ટર ૧ : રાક્ષસ’ ઇન્સ્પેક્ટર વિશ્વાસ ભાગવત (અર્શદ વારસી)ની વાર્તા છે
ફિલ્મનું પોસ્ટર
‘અસુર’ જેવી ક્રાઇમ થ્રિલર પછી અર્શદ વારસી ફરી એક વાર આ અંદાજમાં જોવા મળશે. ફિલ્મ ‘ભાગવત ચૅપ્ટર ૧ : રાક્ષસ’ ઇન્સ્પેક્ટર વિશ્વાસ ભાગવત (અર્શદ વારસી)ની વાર્તા છે. તેની ટ્રાન્સફર ઉત્તર પ્રદેશના રૉબર્ટ્સગંજમાં થાય છે, જ્યાં તે પૂનમ નામની એક છોકરીના રહસ્યમય રીતે લાપતા થવાની તપાસ કરી રહ્યો છે. આ કેસ શરૂ થતાં જ વેશ્યાવૃત્તિ ચલાવતી એક ગૅન્ગ અને અગાઉના કેટલાક ભયાનક અપરાધો સાથે જોડાયેલી જાળમાં ફસાઈ જાય છે. આ ફિલ્મમાં ‘પંચાયત’સ્ટાર જિતેન્દ્ર કુમાર પણ ખાસ રોલમાં જોવા મળશે. ‘ભાગવત ચૅપ્ટર ૧ : રાક્ષસ’ આ ફિલ્મમાં આજથી ઝી5 પર સ્ટ્રીમ થશે.

