૭ સૈનિકોનાં મોત અને ૧૩ ઘાયલ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન બૉર્ડર પાસે નૉર્થ વજીરીસ્તાનમાં આર્મી કૅમ્પ પર આત્મઘાતી હુમલો થયો હતો. હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી ગાડી લઈને મીર અલી વિસ્તારમાં આવેલા આર્મી કૅમ્પની દીવાલ સાથે જાણી જોઈને અથડાવવાની કોશિશ કરી હતી. એ વખતે વિસ્ફોટ થતાં ગાડી ચલાવી રહેલો અટૅકર પણ માર્યો ગયો હતો. એ પછી ૩ લોકોએ કૅમ્પની અંદર ઘૂસવાની કોશિશ કરી હતી. તહરીક-એ-તાલિબાન (TTP)એ મીર અલી કૅમ્પનાં સુરક્ષા દળો પર આત્મઘાતી હુમલો કરવાની જવાબદારી લીધી હતી. આ વિસ્ફોટમાં ૭ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૩ સૈનિકો ઘાયલ થયા હતા.

