Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વૈભવ સૂર્યવંશી સાથેની પોતાની બનાવટી તસવીર જોઈને ભડકી પ્રીતિ ઝિન્ટા

વૈભવ સૂર્યવંશી સાથેની પોતાની બનાવટી તસવીર જોઈને ભડકી પ્રીતિ ઝિન્ટા

Published : 21 May, 2025 11:15 AM | Modified : 22 May, 2025 07:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફોટોમાં ઍક્ટ્રેસને રાજસ્થાન રૉયલ્સના યુવા ખેલાડીને આલિંગન આપતી બતાવવામાં આવી છે

વૈભવ સૂર્યવંશી સાથેની પોતાની બનાવટી તસવીર જોઈને ભડકી પ્રીતિ ઝિન્ટા

વૈભવ સૂર્યવંશી સાથેની પોતાની બનાવટી તસવીર જોઈને ભડકી પ્રીતિ ઝિન્ટા


ઍક્ટ્રેસ અને IPL ટીમ પંજાબ કિંગ્સની સહમાલિક પ્રીતિ ઝિન્ટા હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક નકલી ફોટોને લઈને ચર્ચામાં છે. આ ફોટોમાં તેને રાજસ્થાન રૉયલ્સના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને આલિંગન આપતી બતાવવામાં આવી છે. જોકે પ્રીતિએ આ ફોટોને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે અને એના પર આકરી પ્રતિક્રિયા આપી છે. પ્રીતિ ઝિન્ટાએ આ વાઇરલ ફોટો વિશે સોશ્યલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને સ્પષ્ટ કર્યું કે આ તસવીર મૉર્ફ કરવામાં આવી છે. જોકે એની પાછળ કેટલીક ન્યુઝ ચૅનલોનો હાથ છે. પ્રીતિએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર સ્પષ્ટતા કરી છે કે ‘આ તસવીર સંપૂર્ણપણે નકલી અને મૉર્ફ કરેલી છે. આશ્ચર્યની વાત છે કે હવે ન્યુઝ-ચૅનલો પણ આવી નકલી તસવીરોને ન્યુઝ-આઇટમ તરીકે રજૂ કરી રહી છે.’


હકીકતમાં ૧૮ મેએ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાયેલી મૅચ બાદ પ્રીતિએ ખેલાડી વૈભવ સૂર્યવંશી સાથે માત્ર હાથ મિલાવ્યો હતો, જેની તસવીર રાજસ્થાન રૉયલ્સના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર પણ શૅર કરવામાં આવી હતી. જોકે પછી આ તસવીરને મૉર્ફ કરીને ઇન્ટરનેટ પર વાઇરલ કરવામાં આવી. આ મૅચમાં પ્રીતિની ટીમ પંજાબ કિંગ્સે જીત મેળવીને પ્લેઑફમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું. મૅચ બાદ પ્રીતિ ઝિન્ટા મેદાન પર ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી અને ખેલાડીઓને અભિનંદન આપ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK