શર્મન સસરા પ્રેમ ચોપડાનો હાથ પકડીને તેમને સહારો આપી રહ્યો છે
રેસ્ટોરાંમાંથી બહાર આવતી વખતે પ્રેમ ચોપડા જમાઈ શર્મન જોશી સાથે
પ્રેમ ચોપડા ૯૦ વર્ષની ઉંમરે દીકરી પ્રેરણા અને જમાઈ શર્મન જોશી સાથે લંચ માટે બહાર નીકળ્યા હતા ત્યારે રેસ્ટોરાંમાંથી બહાર આવતી વખતે ફોટોગ્રાફર્સના કૅમેરામાં ક્લિક થઈ ગયા હતા. આ વિડિયોમાં જોવા મળે છે કે શર્મન સસરા પ્રેમ ચોપડાનો હાથ પકડીને તેમને સહારો આપી રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રેમ ચોપડા બીમાર થયા હતા ત્યારે શર્મને જ સોશ્યલ મીડિયા મારફત ચાહકોને તેમની તબિયત વિશે માહિતી આપી હતી. સારવાર બાદ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા અને ત્યારથી શર્મન જ સતત તેમની સંભાળ રાખી રહ્યો છે.


