Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCના બે ઑફિસરોને અદાલતે ફટકાર્યો ૧૧-૧૧ રૂપિયાનો દંડ

BMCના બે ઑફિસરોને અદાલતે ફટકાર્યો ૧૧-૧૧ રૂપિયાનો દંડ

Published : 16 February, 2026 11:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધિકારીઓના ટેબલ પર ફાઇલો રખડવાને કારણે બૉમ્બે હાઈ કોર્ટ પણ પરેશાન, આદેશ પછીયે કામમાં વિલંબ થયો એટલે નજીવો છતાં દાખલારૂપ ફાઇન કર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફોર્ટમાં એક બિલ્ડિંગના ગેરકાયદે બાંધકામને તોડવાના મામલે વિલંબ થતાં બૉમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના બે સિનિયર ઑફિસરને ૧૧-૧૧ રૂપિયા દંડ સ્વરૂપે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના આદેશોનું તાત્કાલિક પાલન થવું જોઈએ એવો મેસેજ કૉર્પોરેશનના અધિકારીઓ સુધી સ્પષ્ટ રીતે પહોંચે એ માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઝોન-૧) ચંદા જાધવ અને ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (સિટી) અશ્વિની જોશીને તેમના સૅલેરી અકાઉન્ટમાંથી ૧૧ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ન્યાયાધીશ રવીન્દ્ર ઘુગે અને અભય મંત્રીએ આ રકમ બે દિવસમાં હાઈ કોર્ટમાં કીર્તિકર લૉ લાઇબ્રેરીમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.



BMCને લીગલ નોટિસ આપવામાં ન આવી હોવાનું કહીને બિલ્ડિંગમાં ભાડૂતે બનાવેલા ગેરકાયદે મેઝેનાઇન ફ્લોરને તોડી પાડવા માટે દાખલ કરાયેલો દાવો રદ કરવામાં આવ્યો હતો.


મકાનમાલિકે હાઈ કોર્ટ સમક્ષ અપીલ કરી હતી ત્યાર બાદ હાઈ કોર્ટે નોંધ્યું હતું કે BMCએ કાર્યવાહી શરૂ કરી એટલે અપીલ પાછી ખેંચી લેવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં BMC દ્વારા વિલંબ થવાની બીજી અરજી દાખલ કરવામાં આવી.

ન્યાયધીશોએ મૂળ ફાઇલ તપાસી ત્યારે ખ્યાલ આવ્યો કે ૨૪ ડિસેમ્બરના આદેશ બાદ ૨૬ ડિસેમ્બરે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. ૩૦ ડિસેમ્બરે ફાઇલ ચંદા જાધવને મોકલવામાં આવી હતી જેમણે ૮ જાન્યુઆરીએ એટલે કે ૯ દિવસ પછી આદેશ પર સહી કરી હતી. ત્યાર બાદ એ ફાઇલ અશ્વિની જોશી પાસે પહોંચી હતી જેમણે ૧૯ દિવસ બાદ ૨૭ જાન્યુઆરીએ એના પર સહી કરી હતી. વિલંબ બદલ BMC કમિશનરે પણ અધિકારીઓને કારણદર્શક નોટિસ પાઠવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK