પ્રિયંકા હાલમાં ‘હેડ્સ ઑફ સ્ટેટ’નું શૂટિંગ કરી રહી છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પ્રિયંકા ચોપડા જોનસ તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે સમય પસાર કરવાની કોઈ તક નથી ચૂકતી. તે કેટલી પણ બિઝી હોય, પરંતુ દીકરી માટે સમય કાઢી લે છે. આ જ કારણ છે કે તે શૂટિંગ પર તેની દીકરીને લઈને ગઈ હતી. પ્રિયંકા હાલમાં ‘હેડ્સ ઑફ સ્ટેટ’નું શૂટિંગ કરી રહી છે. એના સેટ પર તે માલતી મૅરીને લઈ ગઈ હતી. એનો ફોટો પ્રિયંકાએ શૅર કર્યો હતો. બન્ને ખૂબ હસી રહી છે અને ક્વૉલિટી ટાઇમ પસાર કરે છે. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી, તમારાં બાળકોને તમારા કામે સાથે લઈ જાઓ.
પ્રિયંકા ચોપડા જોનસે પુણેમાં પ્રતિષ્ઠિત કોરેગાવ પાર્કમાં આવેલા પોતાના બંગલોને લીઝ પર આપ્યો હોવાની શક્યતા છે. એવું સાંભળવા મળ્યું છે કે ૩૭૫૪ સ્ક્વેર ફીટમાં ફેલાયેલા બંગલોનું મહિનાનું ભાડું ૨.૦૬ લાખ રૂપિયા છે.