હાલમાં પ્રિયંકાએ પતિ નિક અને દીકરી માલતી સાથે ડિઝની વર્લ્ડની મુલાકાત લીધી અને મિકી માઉસ સાથે મુલાકાત કરી હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હાલમાં દીકરી માલતી મારીના બાળપણની મજા માણી રહ્યાં છે. હાલમાં પ્રિયંકાએ પતિ નિક અને દીકરી માલતી સાથે ડિઝની વર્લ્ડની મુલાકાત લીધી અને મિકી માઉસ સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકાએ પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરી દ્વારા ફૅન્સને પોતાની ટ્રિપની ઝલક બતાવવાનો પ્રયાસ કર્યો છે. એક વિડિયોમાં જોઈ શકાય છે કે માલતી મારી પોતાના મિત્ર સાથે હાથમાં હાથ રાખીને મિકી માઉસને મળવા જઈ રહી છે. તેમણે રોલર-કોસ્ટરનો પણ અનુભવ કર્યો હતો. પ્રિયંકાએ આનો વિડિયો શૅર કરતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘મમ્મીની પહેલી રોલર-કોસ્ટર યાત્રા.’
પ્રિયંકાની આ ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. ઘણા યુઝર્સે પ્રિયંકાના અભિગમનાં વખાણ કર્યાં છે કે આટલી મોટી સ્ટાર હોવા છતાં દરરોજ ક્યાંક ને ક્યાંક ફરવા જાય છે અને પરિવાર માટે સમય પણ કાઢે છે.

