પ્રિયંકા ચોપડા તેના ભાઈ સિદ્ધાર્થનાં લગ્ન માટે અત્યારે મુંબઈમાં છે. સોમવારે તેણે સોશ્યલ મીડિયા પર ‘શાદી કા ઘર’ની કેટલીક તસવીરો શૅર કરી હતી
‘શાદી કા ઘર’ની તસવીરો શૅર કરી પ્રિયંકાએ.
પ્રિયંકા ચોપડા તેના ભાઈ સિદ્ધાર્થનાં લગ્ન માટે અત્યારે મુંબઈમાં છે. સોમવારે તેણે સોશ્યલ મીડિયા પર ‘શાદી કા ઘર’ની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં તેણે સંગીતની પ્રૅક્ટિસ, બચ્ચાપાર્ટીની ઍક્ટિવિટીઝ અને પરિવારજનોની ખાણીપીણી દેખાડી હતી. સિદ્ધાર્થનાં લગ્નનાં ફંક્શન ગઈ કાલથી શરૂ થઈ ગયાં છે ત્યારે પ્રિયંકાએ પોતાના ભાઈ વિશે એક ઇન્ટરવ્યુમાં રસપ્રદ વાત જણાવી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે સિદ્ધાર્થ તેની ભાવિ પત્ની નીલમ ઉપાધ્યાયને બમ્બલ નામની ડેટિંગ ઍપ પર મળ્યો હતો અને આ ઍપ ભારતમાં હું લઈ આવી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે સિદ્ધાર્થે પહેલી વાર મેં કંઈ કર્યું હોય એનો આભાર માન્યો હતો. પ્રિયંકાએ જોકે કહ્યું હતું કે મેં ક્યારેય ડેટિંગ સાઇટનો ઉપયોગ નથી કર્યો, કારણ કે હું થોડીક જુનવાણી છું અને નિકને ફેસ-ટુ-ફેસ મળવા માગતી હતી.