સોનુ નિગમે હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રપતિભવનના ઓપન ઍર થિયેટરમાં પર્ફોર્મન્સ આપ્યો હતો.
સોનુ નિગમે હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રપતિભવનના ઓપન ઍર થિયેટરમાં પર્ફોર્મન્સ આપ્યો
સોનુ નિગમે હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રપતિભવનના ઓપન ઍર થિયેટરમાં પર્ફોર્મન્સ આપ્યો હતો. રાષ્ટ્રપતિએ પણ તેનો પર્ફોર્મન્સ માણ્યો હતો. જોકે આ પર્ફોર્મન્સના એક દિવસ પહેલાં પુણેમાં લાઇવ કૉન્સર્ટ દરમ્યાન સોનુની પીઠમાં ભયંકર દુખાવો ઊપડ્યો હતો. એ પછી સોનુએ એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં તે અત્યંત પીડાથી કણસતો હતો. જોકે આમ છતાં તેણે રાષ્ટ્રપતિભવનમાં પર્ફોર્મન્સ આપ્યો હતો.
આ કાર્યક્રમ પછી રાષ્ટ્રપતિના કાર્યાલયે મુલાકાત અને પર્ફોર્મન્સની તસવીરો શૅર કરી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશ્યલ મીડિયા ઍક્સ પર પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે ‘પ્રખ્યાત ગાયક અને મ્યુઝિક-ડાયરેક્ટર સોનુ નિગમે રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. ત્યાર બાદ તેમણે રાષ્ટ્રપતિભવન દિવસના અવસરે નવનિર્મિત ઓપન ઍર થિયેટરમાં પર્ફોર્મન્સ આપ્યો.’
ADVERTISEMENT
આ પર્ફોર્મન્સના એક દિવસ પહેલાં પુણેમાં લાઇવ કૉન્સર્ટ દરમ્યાન સોનુની પીઠમાં ભયંકર દુખાવો ઊપડ્યો હતો એનો એક વિડિયો જોઈને ફૅન્સ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. પીઠના દુખાવા છતાં સોનુએ કૉન્સર્ટમાં પર્ફોર્મ કર્યું હતું. સોનુએ આ વિડિયોની કૅપ્શનમાં લખ્યું હતું : કાલે રાતે સરસ્વતીજીએ મારો હાથ પકડી લીધો હતો.