Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને મારી દીકરીના જન્મની જાહેરાત કરવા માટે ત્રણ કલાકની ડેડલાઇન આપવામાં આવી હતી

મને મારી દીકરીના જન્મની જાહેરાત કરવા માટે ત્રણ કલાકની ડેડલાઇન આપવામાં આવી હતી

Published : 28 February, 2026 01:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકા ચોપડાએ ઇન્ટરવ્યુમાં માલતી મારી જોનસના જન્મ સમયની કટોકટીભરી સ્થિતિની વાત કરી

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા


પ્રિયંકા ચોપડા માત્ર ફિલ્મો નહીં પરંતુ પોતાની વ્યક્તિગત જિંદગીને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ ઘણી વાર પોતાની દીકરી માલતી મારી સાથેની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે તે પોતાની દીકરીના જન્મની જાહેરાત કરવા નહોતી માગતી પણ મીડિયાના દબાણને કારણે તેણે આ જાહેરાત કરવી પડી હતી. 

હાલમાં એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ દીકરીના જન્મની પરિસ્થિતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘માલતી મારીનો જન્મ ૨૦૨૨ના જાન્યુઆરીમાં સરોગસી દ્વારા થયો હતો. માલતીનો જન્મ પ્રીમૅચ્યોર થયો હોવાથી તેને અનેક મહિનાઓ સુધી નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં રાખવામાં આવી હતી. અમે તેની સાથે NICUમાં ગયાં. એક સમયે અમારામાંથી ફક્ત એક જણને જ અંદર જવાની પરમિશન હતી. એ સમયે હું પહેલી વાર રડી પડી હતી. મારી મમ્મી અને સાસરિયાં આવ્યાં હતાં, પરંતુ અમે સતત હૉસ્પિટલમાં જ હતાં. એ સમય વ્યક્તિગત રીતે ખૂબ જ કપરો હતો. એ સમયે મને એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે માલતીના જન્મના સમાચાર ન્યુઝપેપરમાં છપાવાના છે અને જો તમે ત્રણ કલાકમાં એની જાહેરાત નહીં કરો તો અમે કરી દઈશું. એ મેસેજ પછી હું અને નિક જાહેરમાં આ સમાચાર આપવા મજબૂર બન્યાં હતાં. અમે એ માટે તૈયાર નહોતાં, કારણ કે અમને ખબર નહોતી કે માલતી મારીની તબિયત કેવી રહેશે.’



પ્રિયંકાએ કહ્યું હતું કે ‘એ કઠિન સમયમાં નિક પોતાની દીકરી માટે ગિટાર વગાડીને ગાતો હતો અને હું નાના આઇપૉડમાં મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર અને ઓમ નમઃ શિવાય જેવા મંત્રનો ધીમા અવાજે જાપ કરતી હતી. એ સમયે માલતીને ૬ વખત બ્લડ-ટ્રાન્સફ્યુઝન પણ કરાવવું પડ્યું હતું.’


પ્રિયંકાએ સ્વીકાર્યું હતું એ સમય અમારી જિંદગીનો સૌથી દુખદ અને ભાવુક પળોમાંનો એક હતો, પરંતુ આજે દીકરી સ્વસ્થ અને ખુશ છે એ અમારે માટે સૌથી મોટી ખુશીની વાત છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK