લોકેશ કનગરાજની આગામી ફિલ્મમાં બન્ને મોટી વયના ગૅન્ગસ્ટર તરીકે જોવા મળશે એવી ચર્ચા, બે તામિલ સુપરસ્ટાર રજનીકાન્ત અને કમલ હાસન ૪૬ વર્ષ પછી ફરી એકસાથે જોવા મળવાની સંભાવના છે.
રજનીકાન્ત અને કમલ હાસન કદાચ ૪૬ વર્ષ પછી એકસાથે કામ કરશે
બે તામિલ સુપરસ્ટાર રજનીકાન્ત અને કમલ હાસન ૪૬ વર્ષ પછી ફરી એકસાથે જોવા મળવાની સંભાવના છે. રિપોર્ટ પ્રમાણે આ બન્ને ડિરેક્ટર લોકેશ કનગરાજની આગામી ફિલ્મમાં મોટી વયના ગૅન્ગસ્ટર તરીકે જોવા મળશે. આ પ્રોજેક્ટ કોવિડ-19 રોગચાળા પહેલાં શરૂ થવાનો હતો, પરંતુ અણધાર્યા સંજોગોને કારણે એ અટકી ગયો હતો. હવે ચર્ચાઓ ફરી શરૂ થઈ છે અને આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે.
આ મોટા બજેટની ફિલ્મ કમલ હાસનની પ્રોડક્શન હાઉસ રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનૅશનલ (RKFI) દ્વારા નિર્મિત થવાની સંભાવના છે. જોકે હજી સુધી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
રજનીકાન્ત અને કમલ હાસન અગાઉ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે, પરંતુ પછી તેમના રસ્તા અલગ થયા. તેઓ છેલ્લે ૧૯૭૯ની તામિલ ફિલ્મ ‘અલાઉદ્દીનમ અલ્ભુતા વિલક્કુમ’માં સાથે જોવા મળ્યા હતા.

