૭૪ વર્ષના રજનીકાંતે નાગાર્જુનના લુક્સ અને વાળની પ્રશંસા કરી હતી.
નાગાર્જુન, રજનીકાંત
રજનીકાંતની આગામી ફિલ્મ ‘કૂલી’માં નાગાર્જુન પણ મહત્ત્વની ભૂમિકામાં છે અને તેના પર રજનીકાંત ફિદા છે. ૭૪ વર્ષના રજનીકાંતે નાગાર્જુનના લુક્સ અને વાળની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘મેં મારા બધા વાળ ગુમાવી દીધા છે, પણ નાગાર્જુન તો અમે ૩૩ વર્ષ પહેલાં સાથે કામ કરેલું એના કરતાંય આજે વધુ યુવાન દેખાય છે.’ રજનીકાંત અને નાગાર્જુન ૧૯૯૧માં ‘શાંતિ ક્રાન્તિ’ નામની ફિલ્મમાં સાથે આવ્યા હતા.

