Rajinikanth Spotted on Flight: મોટાભાગની સેલિબ્રિટીઓ સામાન્ય રીતે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરે છે. પરંતુ રજનીકાંત (થલાઈવા કોઈ કારણોસર ઇન્ડિગોના ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા, અને લોકોને તમની ત્યાં હાજરીની જાણ થઈ.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
જો કોઈ મુસાફર ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસમાં કોઈ સુપરસ્ટારને મળે છે, તો તે તેમના માટે `વન્સ ઇન લાઈફટાઈમ એક્સપિરિયન્સ` હોય છે. મોટાભાગની સેલિબ્રિટીઓ સામાન્ય રીતે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરે છે. પરંતુ રજનીકાંત (થલાઈવા) કોઈ કારણોસર ઇન્ડિગોના ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા, અને લોકોને તમની ત્યાં હાજરીની જાણ થઈ.
ADVERTISEMENT
જ્યારે લોકો તેમને રૂબરૂ જોવાની માગણી કરવા લાગે છે, ત્યારે થાલા પોતાની સીટ પરથી ઉભા થાય છે, તેમને હાથ હલાવીને પોતાની સીટ પર પાછા ફરે છે. પરંતુ આ ટૂંકી ક્ષણ માટે કોઈ પોતાનો ફોન બહાર કાઢી આ ક્ષણને કેમેરામાં કેપ્ચર કરે છે. કારણ કે રજનીકાંત સિલ્વર સ્ક્રીનના એવા સુપરસ્ટાર છે જેણે પેઢી દર પેઢી લોકોનું મનોરંજન કર્યું છે.
View this post on Instagram
રજનીકાંત ઈન્ડિગો ફ્લાઇટમાં...
રજનીકાંત હંમેશા તેમની માસ મૂવીઝ (mass movies) માટે જાણીતા છે. બૉલિવૂડથી લઈને દક્ષિણ ભારતીય ફિલ્મો સુધી, થલાઈવાએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. આજે પણ, જ્યારે તેમની ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારે થિયેટર હાઉઝફુલ થઈ જાય છે. ઉત્તરથી લઈને દક્ષિણ ભારતીય સુધી, થલાઈવા સમગ્ર ભારતમાં નોંધપાત્ર ફૅન-ફોલોઇન્ગ ધરાવે છે.
ફ્લાઇટમાં તેમની હાજરીની જાણ થતાં જ લોકોને ઉત્સાહમાં ફફડાટ ફેલાઈ ગયો, તેઓ સીટી વગાડી અને જોરથી તાળીઓ પાડી રહ્યા હતા. સાત સેકન્ડનો આ ટૂંકો ફૂટેજ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો, જેને એક જ દિવસમાં લાખો વ્યૂઝ મળ્યા.
આનાથી સારું શું હોઈ શકે...
થલાઈવાનો આ વીડિયો @madmaniiee નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, "થલાઈવરના ધરીસનમ સાથે તમારા દિવસની શરૂઆત કરવા કરતાં વધુ સારું શું હોઈ શકે?" આ વીડિયોને માત્ર એક જ દિવસમાં 3.1 મિલિયનથી વધુ વ્યૂઝ અને 300,000 થી વધુ લાઈક્સ મળ્યા છે. પોસ્ટને લગભગ 250,000 કમેન્ટ્સ પણ મળી છે.
ઓહ માઈ ગૉડ!
ફ્લાઇટમાં મુસાફરો જ નહીં, પણ ઇન્ટરનેટ યુઝર્સ પણ વિશ્વાસ કરી શકતા ન હતા કે થાલા સામાન્ય લોકો સાથે વિમાનમાં મુસાફરી કરી રહ્યા છે. એક યુઝરે પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું, "જ્યારે તમે આ ઉર્જાનો બંડલ જુઓ છો." બીજા યુઝરે કહ્યું કે પાઇલટે કહ્યું હશે, "મહિલાઓ અને સજ્જનો, આજે રાત્રે તમને વિમાનની બારીમાંથી નહીં, પરંતુ વિમાનની અંદર જ સ્ટાર દેખાશે."
તાજેતરમાં, સુપરસ્ટાર અભિનેતા રજનીકાન્ત અને અભિનેતા ધનુષના ઘરે પોલીસ અચાનક જ બૉમ્બ સ્કવૉડ સાથે પહોંચી ગઈ હતી. રજનીકાન્ત અને ધનુષના ઘરે પોલીસના અચાનક આગમનથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે ખરેખર શું થયું? રજનીકાન્તની સાથે, પોલીસ તેમની પુત્રીના પૂર્વ પતિ અભિનેતા ધનુષના ઘરે પણ પહોંચી ગઈ છે. સુપરસ્ટાર રજનીકાન્ત અને ધનુષને બૉમ્બની ધમકીઓ મળી હતી. તમિલનાડુના ડીજીપીને ઇમેઇલ દ્વારા સુપરસ્ટાર્સના ઘરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ, પોલીસે સુપરસ્ટાર્સની સુરક્ષા વધારી દીધી અને આ મામલાની તપાસ કરી.


