Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજપાલ યાદવને મળ્યા ૩૦ દિવસના શરતી જામીન

રાજપાલ યાદવને મળ્યા ૩૦ દિવસના શરતી જામીન

Published : 17 February, 2026 08:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઈ કોર્ટે ઍક્ટરની સજા સસ્પેન્ડ કરીને તેને વચગાળાની રાહત આપી

રાજપાલ યાદવની ફાઇલ તસવીર

રાજપાલ યાદવની ફાઇલ તસવીર


તિહાડ જેલમાં બંધ રાજપાલ યાદવને દિલ્હી હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગઈ કાલે તેની જામીનઅરજી પર ફરી શરૂ થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે તેની સજા સ્થગિત કરી દીધી. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે રાજપાલને ભત્રીજીનાં લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાની રાહતરૂપે ૩૦ દિવસના જામીન મંજૂર કર્યા.

ગઈ કાલે સુનાવણી શરૂ થતાં રાજપાલના વકીલે ૧.૫ કરોડ રૂપિયા જમા કરાવ્યાની માહિતી આપી. ત્યાર બાદ હાઈ કોર્ટે સજા સસ્પેન્ડ કરીને તેને વચગાળાની રાહત આપી. કોર્ટે કેટલીક શરતો સાથે જામીન આપ્યા છે. રાજપાલ યાદવને ૧ લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર જામીન મળશે. આ રાહત તેને કેસની આગામી સુનાવણી એટલે કે ૧૮ માર્ચ સુધી માટે આપવામાં આવી છે. કોર્ટે વધુમાં સૂચના આપી કે ૧૮ માર્ચે અભિનેતા વ્યક્તિગત રીતે હાજર રહે અથવા વ્યસ્તતા હોય તો વિડિયો-કૉન્ફરન્સ દ્વારા જોડાઈ શકે.



આ કેસ લગભગ ૯ કરોડ રૂપિયાના દેવા અને બાઉન્સ થયેલા ૭ ચેક સાથે સંબંધિત છે. રાજપાલ યાદવે ૨૦૧૦માં પોતાની ફિલ્મ બનાવવા માટે લોન લીધી હતી, જે પરત ન ચુકવાતાં વિવાદ વધ્યો. સમયમર્યાદામાં ચુકવણી ન થતાં તેણે પાંચમી ફેબ્રુઆરીએ આત્મસમર્પણ કરીને જેલ જવું પડ્યું હતું.


કોર્ટે જામીન માટે મૂકેલી કેટલીક કડક શરતો

  • પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે (જો પહેલેથી ન કર્યો હોય તો).
  • કોર્ટની મંજૂરી વગર દેશ છોડીને જઈ નહીં શકાય.
  • ૧ લાખ રૂપિયાનો બેઇલ-બૉન્ડ અને એટલી જ રકમની જામીનરકમ ભરવી પડશે.
  • આગામી સુનાવણી ૧૮ માર્ચે રહેશે, જેમાં હાજરી ફરજિયાત રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK