° °

આજનું ઇ-પેપર
Tuesday, 30 November, 2021


રકુલપ્રીતે જન્મદિવસે જેકી ભગનાની સાથેના સંબંધની કરી જાહેરાત, જન્મદિવસે મળી આ ભેટ

10 October, 2021 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

રકુલપ્રીતની આ જાહેરાત બાદ તેના ચાહકો પણ ચોંકી ઉઠ્યા છે. રકુલે જેકી સાથે પોતાની એક તસવીર શૅર કરતા એક સ્વીટ નોટ પણ લખી છે.

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ

બૉલિવૂડ (Bollywood) અને સાઉથની (South) ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રી રકુલપ્રીત સિંહ (Actress Rakul Preet Singh)10 ઑક્ટોબર 2021ના રોજ પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. રકુલ પ્રીત સિંહે પોતાના જન્મદિવસે પ્રૉડ્યૂસર જેકી ભગનાની (Bollywood Actress Rakulpreet Singh in a Relationship with Producer Jackey Bhagnani) સાથેના પોતાના સંબંધો સ્વીકાર્યા છે. રકુલપ્રીતની આ જાહેરાત બાદ તેના ચાહકો પણ ચોંકી ઉઠ્યા છે. રકુલે જેકી સાથે પોતાની એક તસવીર શૅર કરતા એક સ્વીટ નોટ પણ લખી છે.

રકુલપ્રીતે પોતાના નોટમાં લખ્યું છે કે, "થેન્કયુ, તમે મારા આ વર્ષના સૌથી મોટા ગિફ્ટ છો. મારા જીવનમાં રંગ ભરવા માટે થેન્કયુ, મને નૉન-સ્ટૉપ હસાવવા માટે આભાર, તમે જેવા છો એવા હોવા માટે થેન્કયુ. અહીં સાથે હજી વધારે યાદો  બનાવવાની છે જેકી ભગનાની." અહીં જુઓ રકુલપ્રીત સિંહની પોસ્ટ:

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)


રકુલપ્રીતની આ પોસ્ટ પર આયુષ્માન ખુરાના, કાજલ અગ્રવાલ, રાશી ખન્ના, સોફી ચૌધરી જેવા બૉલિવૂડ સેલિબ્રિટીઝે કૉમેન્ટ કરી છે. આની તરત બાદ જેકી ભગનાનીએ પણ અહીં તસવીર શૅર કરતા લખ્યું, "તારા વિનાનો દિવસ દિવસ જેવો નથી લાગતો, તારા વિના સ્વાદિષ્ટ ભોજનમાં સ્વાદ નથી લાગતો. સૌથી સુંદર છોકરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું જે મારી માટે મારું વિશ્વ છે. ભગવાન કરે તારો દરેક દિવસ એટલો જ સુંદર હોય જેટલી તારી સ્માઇલ છે. હેપ્પી બર્થડે મારી રકુલપ્રીત."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani)

આ દરમિયાન વર્કફ્રન્ટની વાત કરીએ તો રકુલપ્રીત છેલ્લે અર્જુન કપૂર સાથે ફિલ્મ `સરદાર કા ગ્રાન્ડસન`માં જોવા મળી હતી. હવે તે આયુષ્માન ખુરાના સાથે `ડૉક્ટર જી`, જૉન અબ્રાહમ સાથે `અટેક`, અમિતાભ બચ્ચન અને અજય દેવગન સાથે `મેડે` અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે `થેન્ક ગૉડ`માં દેખાશે. આ સિવાય રકુલપ્રીત ટુંક સમયમાં જ અક્ષય કુમાર સાથે પણ એક ફિલ્મમાં દેખાશે  જે જેકી ભગનાની જ પ્રૉડ્યૂસ કરી રહ્યો છે.

10 October, 2021 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સલમાન ખાન પહોંચ્યો ગુજરાત, ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચલાવ્યો રેંટિયો, જાણો વધુ

બૉલિવૂડ અભિનેતા સલમાન અંતિમ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત પહોંચ્યા છે.

29 November, 2021 02:54 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

‘ચંડીગઢ કરે આશિકી’નું ટાઇટલ આયુષ્માને સૂચવ્યું

ફિલ્મમાં આયુષ્માનની સાથે વાણી કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.

29 November, 2021 01:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સલમાન સાથે તેનાં લગ્નની ચર્ચા નથી કરતો આયુષ

આયુષે ‘લવ યાત્રી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સલમાન અને આયુષની ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ પચીસ નવેમ્બરે રિલીઝ થઈ છે

29 November, 2021 01:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK