Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટિકિટનું વેચાણ ઘટ્યું એટલે અમેરિકાનાં ૮૦૦ થિયેટરમાંથી હટાવી લેવાઈ રામાયણ

ટિકિટનું વેચાણ ઘટ્યું એટલે અમેરિકાનાં ૮૦૦ થિયેટરમાંથી હટાવી લેવાઈ રામાયણ

Published : 24 November, 2026 01:06 PM | Modified : 24 November, 2026 01:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રામાયણ’ને અમેરિકામાં મોટો ઝટકો લાગ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ટિકિટનાં વેચાણમાં ઘટાડો થતાં અમેરિકાનાં ૮૦૦ થિયેટરોમાંથી ફિલ્મને હટાવી દેવામાં આવી છે.

રામના અવતારમાં રણબીર

રામના અવતારમાં રણબીર


‘રામાયણ’ને અમેરિકામાં મોટો ઝટકો લાગ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ટિકિટનાં વેચાણમાં ઘટાડો થતાં અમેરિકાનાં ૮૦૦ થિયેટરોમાંથી ફિલ્મને હટાવી દેવામાં આવી છે. અમેરિકામાં સોની પિક્ચર્સ દ્વારા વિતરિત કરવામાં આવેલી આ ફિલ્મ શરૂઆતમાં ૧૪૦૦થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. હવે સ્ક્રીનની સંખ્યા ઘટતાં ફિલ્મના વિદેશી બજાર અને વિશ્વભરના કલેક્શન પર એની સીધી અસર પડી શકે છે.

જોકે આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી ‘રામાયણ’એ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને પાછળ છોડીને અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકૉર્ડ બનાવ્યો છે. ‘રામાયણ’ દિવાળી પહેલાં પાંચમી નવેમ્બરે વિશ્વભરના ૧૦૦થી વધુ દેશોમાં ૫૯,૦૦૦થી વધુ સ્ક્રીન પર રિલીઝ 
થઈ હતી.



રામાયણના હિન્દી વર્ઝનનું ભારતનું નેટ કલેક્શન ૭૪૮ કરોડ રૂપિયાને પાર


ફિલ્મે ત્રીજા વીકએન્ડમાં ૫૬.૩૮ કરોડ રૂપિયાની કમાણી નોંધાવી છે

ફિલ્મ ‘રામાયણ’એ ત્રીજા વીકએન્ડમાં પણ બૉક્સ-ઑફિસ પર મજબૂત દેખાવ કર્યો છે. ફિલ્મે વીકએન્ડ દરમ્યાન ૫૬ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. આગામી દિવસોમાં પણ ફિલ્મની કમાણી જળવાઈ રહે એ માટે મેકર્સે ખાસ વ્યૂહરચના અપનાવી છે. આજે ગુરુ નાનક જયંતીની રજાને ધ્યાનમાં રાખીને ફિલ્મની ટિકિટના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી વીકએન્ડ પછીના દિવસોમાં પણ ફિલ્મના કલેક્શનમાં વધારો થવાની શક્યતા છે.



જોકે આગામી શુક્રવારે બે મહત્ત્વની ફિલ્મો ‘યે પ્રેમ મોલ લિયા’ અને ‘ગનમાસ્ટર G9’ રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં નવી ફિલ્મોની સ્પર્ધા વચ્ચે ‘રામાયણ’ બૉક્સ-ઑફિસ પર કેટલી મજબૂતીથી ટકી રહે છે એ જોવું રસપ્રદ રહેશે.

‘રામાયણ’ના હિન્દી વર્ઝને ત્રીજા અઠવાડિયે શુક્રવારે ૧૧.૨૫ કરોડ રૂપિયા, શનિવારે ૨૦.૦૩ કરોડ રૂપિયા અને રવિવારે ૨૫.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ત્રીજા વીકએન્ડનું કુલ કલેક્શન ૫૬.૩૮ કરોડ રૂપિયા થયું છે. ફિલ્મના અત્યાર સુધીના કુલ કલેક્શનની વાત કરીએ તો પહેલા અઠવાડિયે ૪૫૨.૭૩ કરોડ રૂપિયા અને બીજા અઠવાડિયે ૨૩૯.૩૫ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. નોંધનીય છે કે ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ હોવાથી પહેલા અઠવાડિયાના કલેક્શનમાં ૮ દિવસનો સમાવેશ થાય છે. આમ ‘રામાયણ’ના હિન્દી વર્ઝને ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૭૪૮.૪૬ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK