Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Ramayana Teaser: હાર્ટથ્રોબ રણબીર કપૂર ‘રામ’ તરીકે હૃદયમાં વસી જશે

Ramayana Teaser: હાર્ટથ્રોબ રણબીર કપૂર ‘રામ’ તરીકે હૃદયમાં વસી જશે

Published : 02 April, 2026 10:58 AM | Modified : 02 April, 2026 11:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ramayana Teaser: આ ફિલ્મના ટીઝરની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આખરે તે રીલીઝ થઈ જ ગયું છે. હનુમાન જયંતીના દિવસે રીલીઝ થયેલા ટીઝરમાં રણબીર કપૂરની પહેલી ઝલક જોવા મળી છે.

રામાયણના ટીઝરમાંથી રણબીર કપૂરની ઝલક

રામાયણના ટીઝરમાંથી રણબીર કપૂરની ઝલક


રણબીર કપૂરની આગામી ફિલ્મ ડિરેક્ટર નીતેશ તિવારીની `રામાયણ` છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મના ટીઝર (Ramayana Teaser)ની પણ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આખરે ટીઝર રીલીઝ થઈ જ ગયું છે અને `રામાયણ`માં ભગવાન રામનું પાત્ર ભજવનાર રણબીર કપૂર ફર્સ્ટ એક્ટર બની ચૂક્યો છે. આજે હનુમાન જયંતીના દિવસે રીલીઝ થયેલા ટીઝરમાં રણબીર કપૂરની પહેલી ઝલક જોવા મળી છે.

પ્રાઇમ ફોકસ સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મ આઠ વખત એકેડેમી પુરસ્કાર વિજેતા પ્રોડક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સ્ટુડિયો ડી.એન.ઇ.જી. અને યશની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.



આ રહ્યું ટીઝર


ફિલ્મ રામાયણના નિર્માતા અને સર્જનાત્મક આર્કિટેક્ટ નમિત મલ્હોત્રાએ આજે ફિલ્મના ટીઝર (Ramayana Teaser) દ્વારા આપણી સૌની સામે `રામ`ને રજૂ કર્યા છે. વિશ્વભરના પ્રેક્ષકોએ આજે પહેલીવાર રામ તરીકે `રણબીર કપૂર`ને જોઇને આનંદ વ્યક્ત કર્યો છે. આજે `રામ` ટીઝર વિશ્વભરના પ્રેક્ષકો માટે એક મોટી ક્ષણ બની છે. આમેય રામાયણની વાર્તા તો સદીઓથી આપણે સાંભળતા આવ્યા છીએ. પણ આ ફિલ્મ દ્વારા નવો પરિપ્રેક્ષ્ય ઉઘડ્યો છે. અને જેઓને રામાયણની આખી કથા ખબર નથી તે લોકો માટે આટલા મોટા પાયે પ્રથમ વખત આ કથા સાથે જોડાવાની સુવર્ણ તક છે. `રામ` એ એક એવું પાત્ર છે જેજે જરૂરી છે તે બધું જ કરે છે, ભલે તે માટે તેણે બધું દાવ પર કેમ ન મૂકવું પડે. એટલે જ તો રામને `મર્યાદા પુરુષોત્તમ` કહેવામાં આવે છે. રામ એ આદર, દયા અને સાચા અને ખોટા સમજણનું જીવંત ઉદાહરણ છે. 


રામાયણ (Ramayana Teaser) આ ૨ ભાગની ફિલ્મ ફ્રેન્ચાઇઝીના ડિરેક્ટર નિતેશ તિવારી કહે છે કે, "રામાયણમની મહાનતા તેની લાગણીઓની ઊંડાઈમાં છે.  હકીકતમાં તો આ માત્ર સારા અને અનિષ્ટ વચ્ચેની લડાઈ નથી, પરંતુ આપણા નિર્ણયો, તેમનાં પરિણામો અને યોગ્ય વસ્તુ કરવાની જવાબદારી બાબતે છે. રામની યાત્રા સંપૂર્ણપણે માનવીય છે અને અમે તેને પ્રામાણિકપણે બતાવવાનો પ્રયાસ કર્યો છે" 

હું તો રામની પાસેથી શીખવા આવ્યો છું: રણબીર કપૂર

બીજી તરફ રામની ભૂમિકા ભજવવા અંગે રણબીર કપૂર જણાવે છે કે, "મને નથી લાગતું કે હું અહીં રામની ભૂમિકા ભજવવા આવ્યો છું. હું તો તેમની પાસેથી શીખવા આવ્યો છું. આ પાત્રમાં નરી સરળતા અને શુદ્ધતા છે, જે ભાગ્યે જ જોવા મળે છે;  અને તે સમજવાનો પ્રયાસ કરવો મારા માટે ખૂબ જ નમ્ર અનુભવ રહ્યો છે"
 
રામાયણમના નિર્માતા અને ક્રિએટિવ આર્કિટેક્ટ નમિત મલ્હોત્રા પોતાનો ભાવ વ્યક્ત (Ramayana Teaser) કરતાં કહે છે કે, "રામજીની કથાની તાકાત તેમણે જે જીત્યું તેમાં નથી, પરંતુ તેમણે જે આપ્યું છેને તેમાં છે. તેઓ પસંદગી કરતાં ફરજને અને સત્યને વધુ પસંદ કરે છે. તેથી જ તેમની વાર્તા વર્ષોનાં વર્ષોથી જીવંત રહી છે અને આજે પણ એટલી જ સુસંગત છે."

ફિલ્મ `રામાયણ` એ બે ભાગની સિનેમેટિક ફિલ્મ છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક આ ફિલ્મમાં મોટા મોટા સ્ટાર્સ સાથે જોવા મળવાના છે. ભારતીય સિનેમાના બે સૌથી પ્રભાવશાળી કલાકારો રણબીર કપૂર અને યશ અનુક્રમે રામ અને રાવણની વિરોધી ભૂમિકામાં એક સાથે આવી રહ્યા છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી (સીતા), સની દેઓલ (હનુમાન) અને રવિ દુબે (લક્ષ્મણ) જોવા મળવાના છે.

ગર્વ લેવાય એવી વાતો:

‘રામાયણ`ની કથા તો વિશ્વભરની વિવિધ સંસ્કૃતિઓ અને પ્રદેશોમાં 300થી પણ શૈલીમાં લખવામાં આવી છે.

ભગવાન રામના જન્મસ્થળ એવા અયોધ્યામાં વર્ષ ૨૦૨૪માં ૧૩.૫ કરોડથી પણ વધુ લોકોએ મુલાકાત કરી છે. 

૨૦૨૪માં રામ મંદિરનું ઉદ્ઘાટન એક ખૂબ જ મોટી સાંસ્કૃતિક ક્ષણ બની હતી. 

મીડિયા અહેવાલો અનુસાર ૨૦૨૪માં અયોધ્યાના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે યુનાઇટેડ સ્ટેટ્સમાં હજારથી પણ વધુ મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK