Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટાઇલિશ સાડીમાં કૈકેયી, બ્લશ લગાવેલાં માતા સીતા

સ્ટાઇલિશ સાડીમાં કૈકેયી, બ્લશ લગાવેલાં માતા સીતા

Published : 03 August, 2026 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામાયણના ટ્રેલર બાદ કલાકારોના કૉસ્ચ્યુમ અને મેકઅપ બન્યો ચર્ચાનો મુદ્દો

સાઈ પલ્લવી, લારા દત્તા અને રકુલ પ્રીત સિંહ

સાઈ પલ્લવી, લારા દત્તા અને રકુલ પ્રીત સિંહ


‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થયા બાદથી સતત ચર્ચામાં છે. આ ટ્રેલરની રિલીઝ પછી સાઈ પલ્લવી, લારા દત્તા અને રકુલ પ્રીત સિંહના કૉસ્ચ્યુમ અને જ્વેલરી પણ ચર્ચાનો વિષય બન્યા છે. ફિલ્મમાં કૈકેયીનો રોલ કરી રહેલી લારા દત્તાને સ્ટાઇલિશ રીતે પહેરેલી સિલ્કની સાડી અને બ્લાઉઝમાં દર્શાવવામાં આવી છે. એના કારણે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ત્રેતાયુગમાં આવાં પ્રકારનાં વસ્ત્રો હતાં જ ક્યાં? એ જ રીતે માતા સીતા બનતી સાઈ પલ્લવી અને શૂર્પણખા બનતી રકુલ પ્રીત સિંહના લુક પર પણ સવાલો ઊઠી રહ્યા છે. ટ્રેલરમાં લારા ડ્યુઅલ રંગની સાડીમાં જોવા મળે છે. તેના વાળ એકદમ સ્ટ્રેટ કરીને સાઇડમાં ગોઠવેલા દેખાય છે અને કપાળ પર લાલ બિંદી પણ જોવા મળે છે. આ લુક જોઈને કેટલાક લોકો કમેન્ટ કરી રહ્યા છે કે ત્રેતાયુગની કથા પ્રમાણે લારાનાં કપડાં, લુક અને હેરસ્ટાઇલ ખૂબ જ આધુનિક લાગે છે અને આ કૉસ્ચ્યુમ જાણે એકતા કપૂરની કોઈ ટીવી-સિરિયલમાંથી લેવામાં આવ્યા હોય એવું લાગે છે. રકુલ પ્રીત સિંહ અને સાઈ પલ્લવીના લુકને લઈને પણ સોશ્યલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. માતા સીતાના પાત્રમાં દેખાતી સાઈ પલ્લવીના ચહેરા પર બ્લશ જોવા મળતાં લોકોએ સવાલ ઉઠાવ્યો કે ત્રેતાયુગમાં બ્લશ, આટલો પર્ફેક્ટ મેકઅપ અને આટલી આધુનિક બ્યુટી-સ્ટાઇલ કેવી રીતે શક્ય હતી? તો કેટલાકે શૂર્પણખાના પાત્રમાં દેખાતી રકુલ પ્રીત સિંહના લિપ-ફિલર્સની ટીકા કરી છે.

 


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK