હકીકતમાં લવ ઍન્ડ વૉર’ને ગયા વર્ષે ક્રિસમસના સમયે રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રણબીર કપૂરના ફૅન્સ તેની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’, ‘રામાયણ’ અને ‘ઍનિમલ પાર્ક’ની રાહ જોઈ રહ્યા છે. જોકે હવે રણબીરે ખુલાસો કર્યો છે કે પહેલાં તેની ‘રામાયણ’ રિલીઝ થશે અને એના પછી જ ‘લવ ઍન્ડ વૉર’ રિલીઝ કરવામાં આવશે. હકીકતમાં લવ ઍન્ડ વૉર’ને ગયા વર્ષે ક્રિસમસના સમયે રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું, પણ પછી એને પોસ્ટપોન કરીને ૨૦ માર્ચ કરવામાં આવી હતી. જોકે હવે આ તારીખ પણ બદલાઈ ગઈ છે. ૧૯ માર્ચે ‘ધુરંધર 2’ અને ‘ટૉક્સિક’ રિલીઝ થવાની છે અને આ ફિલ્મો સાથે ટક્કર ટાળવા માટે હવે ‘લવ ઍન્ડ વૉર’ને ફરીથી પોસ્ટપોન કરવામાં આવી છે. આ સંજોગોમાં ‘લવ ઍન્ડ વૉર’ ખરેખર ક્યારે રિલીઝ થશે એની સત્તાવાર જાહેરાત થવાની હજી બાકી છે.


