Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરના ફોનના વૉલપેપર પર કોની તસવીર છે?

રણબીર કપૂરના ફોનના વૉલપેપર પર કોની તસવીર છે?

Published : 30 July, 2026 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રામાયણ’ની ચર્ચાઓ વચ્ચે રણબીર કપૂર નવા લુકમાં જોવા મળ્યો, પરંતુ તેના મોબાઇલના વૉલપેપરે વધુ ધ્યાન ખેંચ્યું. પત્ની આલિયા કે દીકરી રાહાની જગ્યાએ તેણે દિવંગત પિતા રિશી કપૂરની તસવીર રાખી હોવાનું જોઈ ચાહકો ભાવુક બની ગયા.

રણબીર કપૂર અને ઋષિ કપૂર

રણબીર કપૂર અને ઋષિ કપૂર


રણબીર કપૂર છેલ્લા કેટલાક મહિનાથી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા માટે ક્લીન-શેવ લુકમાં જોવા મળી રહ્યો હતો. ફિલ્મની ભવ્ય ઇવેન્ટ માટે અમેરિકા જતી વખતે તે રફ અને દાઢીવાળા લુકમાં જોવા મળ્યો હતો, પણ હાલમાં તે મૂછોવાળા નવા લુકમાં સ્પૉટ કરવામાં આવ્યો હતો. આ સમયે રણબીરના લુકની સાથે સાથે તેના મોબાઇલ ફોનના વૉલપેપરની એક તસવીરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.  
રણબીરે ફોનના વૉલપેપર પર પત્ની આલિયા ભટ્ટ કે પુત્રી રાહાની તસવીર રાખવાને બદલે પોતાના દિવંગત પિતા રિશી કપૂરની તસવીર રાખી છે. આ તસવીર રિશી કપૂરે દુબઈ જતી વખતે હાથમાં ગ્લાસ લઈને લીધેલો એક સેલ્ફી છે. આ તસવીર સામે આવ્યા બાદ રિશીના ચાહકો ઇમોશનલ થઈ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK