Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિલન તરીકે કુખ્યાત રણજિતે અનોખી રીતે ઊજવ્યો દીકરીનો લગ્નપ્રસંગ

વિલન તરીકે કુખ્યાત રણજિતે અનોખી રીતે ઊજવ્યો દીકરીનો લગ્નપ્રસંગ

Published : 25 November, 2026 02:58 PM | Modified : 25 November, 2026 03:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોલિવૂડના જાણીતા અભિનેતા રણજિતની દીકરી દિવ્યાંકા બેદીએ પોતાના લાંબા સમયના બૉયફ્રેન્ડ અપૂર્વ માથુર સાથે રજિસ્ટર્ડ મૅરેજ કરી લીધાં છે. દિવ્યાંકાના લાલ બનારસી સાડી અને ગુલાબી ટ્યુબ ટૉપવાળા અનોખા વેડિંગ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

રણજિત અને તેની દીકરી

રણજિત અને તેની દીકરી


હિન્દી ફિલ્મોમાં વિલન તરીકે કુખ્યાત સિનિયર ઍક્ટર રણજિતના ઘરે અત્યારે ખુશીનો માહોલ છે. તેમની દીકરી દિવ્યાંકા બેદીએ પોતાના લાંબા સમયના બૉયફ્રેન્ડ અપૂર્વ માથુર સાથે લગ્ન કરી લીધાં છે. ખાસ વાત એ છે કે દિવ્યાંકાનાં લગ્ન બૉલીવુડનાં ભવ્ય અને પરંપરાગત લગ્નોથી સાવ અલગ હતાં. દિવ્યાંકા અને અપૂર્વએ પોતાના આ ખાસ દિવસની ઉજવણી અત્યંત અંગત અને અનોખી રીતે કરી હતી. તેમનાં લગ્નની તસવીરો અને વિડિયો સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર દિવ્યાંકાના વેડિંગ લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.

દિવ્યાંકા અને અપૂર્વએ પરંપરાગત લગ્નસમારોહને બદલે રજિસ્ટર્ડ મૅરેજનો વિકલ્પ પસંદ કર્યો હતો. આ દરમ્યાન સિંદૂરની વિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દિવ્યાંકાએ લાલ રંગની બનારસી સાડી સાથે ઘેરા ગુલાબી રંગનું ટ્યુબ ટૉપ પહેર્યું હતું. તેણે પોતાના લુકને મિનિમલ જ્વેલરી અને માંગટીકા સાથે કમ્પ્લીટ કર્યો હતો. દિવ્યાંકા અને અપૂર્વ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. આખરે બન્નેએ પોતાના સંબંધને લગ્નના તબક્કા સુધી પહોંચાડ્યો છે. આ ખાસ પ્રસંગે તેમનો પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યાં હતાં.



દિવ્યાંકા વ્યવસાયે ફિટનેસ-કોચ છે અને મુંબઈમાં પોતાનું જિમ ચલાવે છે. આ ઉપરાંત તે ફૅશન-ડિઝાઇનિંગના ક્ષેત્ર સાથે પણ જોડાયેલી છે. તેની પોતાની ડિઝાઇન ફર્મ ‘ગિગી બી ડિઝાઇન’ છે. દિવ્યાંકાનો પતિ અપૂર્વ પણ ફિટનેસ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તે દિવ્યાંકા સાથે મળીને જિમ ચલાવે છે અને ફિટનેસ-ટ્રેઇનિંગ આપે છે. અપૂર્વ મીરા કપૂર અને મસાબા ગુપ્તા જેવી જાણીતી હસ્તીઓને ટ્રેઇનિંગ આપવા માટે પણ જાણીતો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK