રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર’ને બૉક્સ-ઑફિસ પર પર ભારે સફળતા મળ્યા પછી હવે ગઈ કાલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં સ્ટ્રીમ કરવામાં આવી રહી છે.
નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ધુરંધર ૧૦ મિનિટ નાની
રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર’ને બૉક્સ-ઑફિસ પર પર ભારે સફળતા મળ્યા પછી હવે ગઈ કાલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. OTT પર રિલીઝ થતાં અનેક ફૅન્સે સોશ્યલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે આ વર્ઝનમાં ફિલ્મ લગભગ ૧૦ મિનિટ નાની થઈ ગઈ છે અને ફિલ્મમાંથી અનેક દૃશ્યો કાપી નાખવામાં આવ્યાં છે તેમ જ કેટલાક ડાયલૉગ્સને મ્યુટ કરી દેવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સે નેટફ્લિક્સને ટૅગ કરીને અનસેન્સર્ડ વર્ઝન રિલીઝ કરવાની માગણી કરી છે. ‘ધુરંધર’નો બીજો ભાગ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થશે.


