બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આ અઠવાડિયે ‘નાગિન 7’એ બાજી મારી છે અને શો સીધો નંબર વન પર પહોંચી ગયો છે. આ શોને ૨.૪ TRP મળ્યા છે.
તુલસીને હરાવીને નાગિન બની ગઈ નંબર વન
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આ અઠવાડિયે ‘નાગિન 7’એ બાજી મારી છે અને શો સીધો નંબર વન પર પહોંચી ગયો છે. આ શોને ૨.૪ TRP મળ્યા છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી નંબર વન પર રહેલો સ્મૃતિ ઈરાનીનો શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ આ વખતે બીજા સ્થાને પહોંચી ગયો છે જેને ૨.૨ TRP મળ્યા છે. અગાઉ બીજા સ્થાને રહેલો શો ‘અનુપમા’ આ અઠવાડિયે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. આ શોને પણ ૨.૨ TRP મળ્યા છે. ટૉપ થ્રીમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે અને પોઝિશનમાં ફેરફાર નોંધાયો છે. આ યાદીમાં ‘તુમ સે તુમ તક’ ચોથા સ્થાને સ્થિર છે જ્યારે પાંચમા સ્થાને ૧.૯ TRP સાથે ‘વસુધા’ છે.


