રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ હજી બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે
`ધુરંધર` અને `બૉર્ડર 2`નું પોસ્ટર
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ હજી બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે ત્યારે હવે ‘ધુરંધર 2’ના ટીઝર વિશે અપડેટ આવી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર 2’નું ટીઝર ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થનારી સની દેઓલની ફિલ્મ ‘બૉર્ડર 2’ની રિલીઝ સાથે સિનેમાઘરોમાં બતાવવામાં આવશે જેના કારણે હવે રિલીઝ-ડેટ કન્ફર્મ થઈ ગઈ છે.
પહેલાં એવી ચર્ચા ચાલી હતી કે ‘ધુરંધર’ના મેકર્સ યશની ફિલ્મ ‘ટૉક્સિક’ સાથે ક્લૅશ ટાળવા માટે એની સીક્વલની રિલીઝ-ડેટ પોસ્ટપોન કરી શકે છે. જોકે હવે એવું કંઈ હોય એવું લાગતું નથી. ‘ધુરંધર’ની એન્ડ-ક્રેડિટ્સમાં જ પાર્ટ 2ની રિલીઝ-ડેટ જાહેર કરી દેવામાં આવી હતી. એમાં સ્પષ્ટ રીતે ૨૦૨૬ની ૧૯ માર્ચ દર્શાવવામાં આવી હતી અને મેકર્સ આ તારીખે ‘ધુરંધર 2’ રિલીઝ કરવા મક્કમ છે. આને કારણે હવે ઈદના સમયગાળામાં બૉક્સ-ઑફિસ પર ‘ધુરંધર 2’ અને ‘ટૉક્સિક’ની ટક્કર જોવા મળશે.


