જવાનને પછાડીને આ ફિલ્મ બની ડોમેસ્ટિક માર્કેટમાં સૌથી વધુ બિઝનેસ કરનારી બીજા નંબરની હિન્દી ફિલ્મ
`ધુરંધર`માં રણવીર સિંહ
‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર કમાણીના નવા રેકૉર્ડ બનાવી રહી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે આ ફિલ્મે શુક્રવારે સુધી ભારતમાં ૬૮૫.૫૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. આ કમાણી સાથે જ ‘ધુરંધર’ ભારતમાં સૌથી વધારે કમાણી કરનાર બીજા નંબરની હિન્દી ફિલ્મ બની છે. અત્યાર સુધી આ સ્થાન પર ૬૪૦.૪૨ કરોડ રૂપિયા જેટલી કમાણી સાથે શાહરુખ ખાનની ‘જવાન’ હતી પણ હવે ‘ધુરંધર’ તેને પછાડીને આગળ નીકળી ગઈ છે. જોકે હજી સુધી સૌથી વધારે કમાણી કરનાર હિન્દી ફિલ્મના સ્થાન પર ૮૩૬.૦૯ કરોડ રૂપિયાની કમાણી કરનાર ‘પુષ્પા 2’ (હિન્દી)નો જ દબદબો છે.


