° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


`83`નું ટ્રેલર રિલીઝ, કપિલ દેવના હુબહુ અંદાજમાં જોવા મળ્યો રણવીર તો દીપિકાનો છે આવો લુક

30 November, 2021 12:44 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મમાં રણવીર સિંહની હેર સ્ટાઈલ, મૂછ, ફેસ કટ, કદ અને જૉ લાઈન તેમજ બોલવાની રીત... સહિતની દરેક બાબતો કપિલ દેવની યાદ અપાવે છે.

તસવીરઃ રણવીર સિંહ ઈન્સ્ટાગ્રામ

તસવીરઃ રણવીર સિંહ ઈન્સ્ટાગ્રામ

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 83 ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કબીર ખાન (kabir khan) દ્વારા દિગ્દર્શિત `83` વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી લોકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા, આખરે એ દિવસ આવી ગયો અને ફિલ્મ 83નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની વાર્તા 1983માં ભારતની ઐતિહાસિક વર્લ્ડ કપ જીતની આસપાસ ફરે છે. રણવીર સિંહ (Ranveer singh)કપિલ દેવના રોલમાં જોવા મળશે. 

આ સિવાય ફિલ્મમાં તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતિન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, હાર્ડી સંધુ, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, આદિનાથ કોઠારે, ધૈર્ય કારવા, આર બદ્રી અને પંકજ ત્રિપાઠીએ પણ ફિલ્મમાં કામ કર્યું છે. દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમીનું પાત્ર ભજવતી જોવા મળશે.

ફિલ્મમાં રણવીર સિંહની હેર સ્ટાઈલ, મૂછ, ફેસ કટ, કદ અને જૉ લાઈન તેમજ બોલવાની રીત... સહિતની દરેક બાબતો તમને કપિલ દેવની યાદ અપાવે છે.  ટ્રેલરમાં જ્યારે જ્યારે રણવીરને જોઈએ કપિલ દેવનો જ ચહેરો મનમાં આવી જાય છે. 

હવે વાત દીપિકા પાદુકોણની. પતિ રણવીર સિંહ સાથે મસ્તાનીની આ ચોથી ફિલ્મ છે. 83માં દીપિકા પાદુકોણ રોમી ભાટિયાનો રોલ પ્લે કરી રહી છે. દીપિકા શોર્ટ હેરમાં ખુબ જ સુંદર લાગી રહી છે. 

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ કબીર ખાન ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા નિર્મિત 83નું ઢાંસુ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 83 ફિલ્મ 24 ડિસેમ્બરના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થશે.

30 November, 2021 12:44 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સિંગર શાનની માનું નિધન, સોનાલી મુખર્જી પોતે પણ ગાતાં હતાં સુંદર ગીતો

બૉલિવૂડના જાણીતા સિંગર શાનની (singer Shaan) માતા સોનાલી મુખર્જીનું (Sonali Mukherjee) ગઈકાલે રાતે (બુધવારે) નિધન થઈ ચૂક્યું છે. સોનાલી પોતે પણ એક શાનદાર સિંગર હતી જેમણે ગઈ કાલે રાતે અંતિમ શ્વાસ લીધા.

20 January, 2022 03:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આખરે કોવિડને આપી મહાત

સાઉથ ઍક્ટર વિષ્ણુ વિશાલને ઓમાઇક્રોન થયો હતો

20 January, 2022 12:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફરદીન ખાન થયો કોવિડ પૉઝિટિવ

તેનામાં હળવાં લક્ષણો છે.

20 January, 2022 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK