Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય હજી એવો ને એવો છે

અક્ષય હજી એવો ને એવો છે

Published : 27 June, 2026 04:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવીના ટંડને બાવીસ વર્ષ બાદ ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં અક્ષય કુમાર સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો, રવીનાએ અક્ષય સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘આટલાં વર્ષો પછી અક્ષય સાથે ફરી કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. તેનામાં કંઈ જ બદલાયું નથી.

અક્ષય હજી એવો ને એવો છે

અક્ષય હજી એવો ને એવો છે


રવીના ટંડને લગભગ બાવીસ વર્ષ બાદ અક્ષય કુમાર સાથે મોટા પડદા પર કામ કર્યું છે અને બન્ને ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં સાથે જોવા મળ્યાં છે. હવે રવીનાએ અક્ષય સાથે કામ કરવાનો અનુભવ જણાવીને અક્ષયના મહેનતુ સ્વભાવ અને કામ પ્રત્યેના સમર્પણનાં દિલ ખોલીને વખાણ કર્યાં છે. રવીનાએ અક્ષય સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘આટલાં વર્ષો પછી અક્ષય સાથે ફરી કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. તેનામાં કંઈ જ બદલાયું નથી. તે એવો ને એવો છે. તે આજે પણ એટલી જ મહેનત કરે છે. તેનામાં આજે પણ એ જ સમર્પણ જોવા મળે છે. તે પોતાના કામમાં એટલો ડૂબેલો રહે છે કે તેની મહેનત સ્પષ્ટ દેખાય છે. તેને જે સફળતા મળી છે એનો તે સંપૂર્ણ હકદાર છે કારણ કે તે સફળતા માટે તે ખરેખર સખત મહેનત કરે છે. તેને કંઈ પણ સરળતાથી મળતું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK