છેલ્લાં ત્રણેક વર્ષથી ‘રાઉડી રાઠોડ 2’ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે નિર્માતા શબીના ખાન અને સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો છે.
શબીના ખાન અને સંજય લીલા ભણસાલી
છેલ્લાં ત્રણેક વર્ષથી ‘રાઉડી રાઠોડ 2’ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે નિર્માતા શબીના ખાન અને સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો છે. આ ફિલ્મ માટે જે સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી એમાં ફેરફાર કરીને હવે નવી ફિલ્મ બનાવવામાં આવશે. હવે જ્યારે નવેસરથી નવી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે ત્યારે હવે કલાકારોની પસંદગી પણ નવેસરથી કરવામાં આવશે.

