Sachin Sanghvi Sexual Assault Case: ૨૯ વર્ષની છોકરીએ સચિન-જીગર બેલડીના સચિન સંઘવી પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો; ધરપકડ બાદ સચિન સંઘવીને મળ્યા જામીન; વકીલે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
સચિન સંઘવી (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)
બોલીવૂડ (Bollywood) ની લોકપ્રિય સંગીત જોડી સચિન-જીગર (Sachin-Jigar) લોકપ્રિય સંગીત દિગ્દર્શક સચિન સંઘવી (Sachin Sanghvi) જાતીય સતામણીના આરોપો (Sachin Sanghvi Sexual Assault Case) બાદ વિવાદના કેન્દ્રમાં છે. આ દાવાઓએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે સંઘવીની કાનૂની ટીમે પ્રતિક્રિયા આપી છે. એક પ્રેસ નિવેદનમાં, તેમ સચિન સંઘવીના વકીલ, આદિત્ય મીઠે (Aditya Mithe) એ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે આ આરોપો પાયાવિહોણા અને અપ્રમાણિત છે. અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે તેમ આ કેસ આગળ વધી રહ્યો છે.
તાજેતરમાં સચિન-જીગર બેલડીના સચિન સંઘવી પર મુંબઈ (Mumbai) માં ૨૯ વર્ષની એક મહિલા દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફરિયાદીએ સંઘવી પર આરોપ લગાવ્યો હતો કે, સંગીતકારે ૨૯ વર્ષની મહિલાને સંગીત આલ્બમમાં કામ આપવાના બહાને અને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં તેની સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા અને ગર્ભપાત કરાવવાનું કહ્યું હતું. વિલે પાર્લે પોલીસે (Vile Parle Police) મહિલાની ફરિયાદના આધારે સચિન સંધવીની અટકાયત કરી (Sachin Sanghvi Arrested) હતી. જોકે, થોડા સમય પછી તેને જામીન મળી ગયા. આ મુદો બધે જ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે સચિન સંઘવીના વકીલ, આદિત્ય મીઠેએ, આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે અટકાયત ગેરકાયદેસર હતી. આ મામલે કાનૂની કાર્યવાહી ચાલુ છે.
ADVERTISEMENT
સચિન સંઘવીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ આદિત્ય મિઠેએ તેમના ક્લાયન્ટ પર લગાવવામાં આવેલા આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. પ્રેસ સાથે વાત કરતા, મિઠેએ કહ્યું, ‘મારા ક્લાયન્ટ સામે FIRમાં કરાયેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને અપ્રમાણિત છે. આ કેસમાં કોઈ યોગ્યતા નથી.’
તેમણે ઉમેર્યું કે, પોલીસ દ્વારા સંઘવીની ટૂંકી અટકાયત ગેરકાયદેસર હતી. જેના કારણે તેમને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યા. મિઠેએ સમજાવ્યું કે, ‘મારા ક્લાયન્ટની પોલીસ દ્વારા અટકાયત ગેરકાયદેસર હતી, અને તે જ કારણ છે કે તેમને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.’
વકીલે વધુમાં જણાવ્યું હતું કે તેમની કાનૂની ટીમ તમામ આરોપોને સખત રીતે પડકારવાની યોજના ધરાવે છે. મિઠેએ ભાર મૂકતા કહ્યું કે, સચિન સંઘવી આ મામલામાંથી નામ સાફ કરવા માટે વિશ્વાસ ધરાવે છે.
આ નિવેદન એફઆઈઆર દાખલ થયા પછી વધતી જતી જાહેર ચર્ચા વચ્ચે આવ્યું છે. અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યાં છે ત્યારે સંઘવીની કાનૂની ટીમે દાવો કર્યો છે કે આરોપોમાં કોઈ તથ્યપૂર્ણ આધાર નથી અને સાથે જ કાનૂની પ્રક્રિયામાં સહકાર આપવાનો તેમનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
તમને જણાવી દઈએ કે, સચિન સંઘવી મૂળ ગુજરાત (Gujarat) નો છે.
પ્રખ્યાત સંગીતકાર જોડી સચિન-જીગરના સચિન સંઘવીએ ભારતીય સંગીત ઉદ્યોગમાં પોતાની વૈવિધ્યતા અને નવીનતાથી એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. પ્રખ્યાત સંગીતકારોની સહાયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરીને, તેણે વર્ષ ૨૦૦૯માં ભાગીદાર જીગર સરૈયા સાથે બહાર નીકળતા પહેલા બોલિવૂડના સંગીતમય લેન્ડસ્કેપમાં પ્રારંભિક ઓળખ મેળવી. સાથે મળીને, આ જોડીએ શોર ઇન ધ સિટી, બદલાપુર, એબીસીડી અને એબીસીડી 2 જેવી ફિલ્મો માટે યાદગાર સાઉન્ડટ્રેક્સ આપ્યા, પરંપરાગત ભારતીય સૂરો સાથે સમકાલીન બીટ્સના તેમના અનોખા મિશ્રણ માટે પ્રશંસા મેળવી. બોલિવૂડ ઉપરાંત, સચિન-જીગરે ગુજરાતી સિનેમા અને સ્વતંત્ર સંગીતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.


