Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની એશિયા કપ 2025ની ટ્રૉફી ચોરી જનાર નકવીનું પાકિસ્તાનમાં થઈ રહ્યું છે સન્માન

ભારતની એશિયા કપ 2025ની ટ્રૉફી ચોરી જનાર નકવીનું પાકિસ્તાનમાં થઈ રહ્યું છે સન્માન

Published : 24 October, 2025 05:09 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ટ્રૉફી મોહસીન નકવીના કાર્યાલયમાં જ રાખવામાં આવી છે, અને તેમણે દુબઈમાં એક સમારોહ સાથે ભારતીય ટીમના સભ્યને આપવા માટે પોતાની જીદ પર અડગ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ માગણીઓ સ્વીકારવાનો સતત ઇનકાર કરવાથી આ વિવાદ સર્જાયો છે.

મોહસીન નકવી

મોહસીન નકવી


એશિયા કપ 2025 ની ફાઇનલ મૅચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તેને લગભગ એક મહિનો થઈ ગયો છે, પરંતુ ભારતીય ટીમને અત્યાર સુધી ટ્રૉફી પરત આપવામાં આવી નથી. મૅચ પછી ભારતીય ટીમે પાકિસ્તાનના મોહસીન નકવી પાસેથી ટ્રૉફી લેવાનો ઇનકાર કર્યો હતો અને તે લીધા વિના જ ચાલ્યા ગયા હતા. જોકે તેમ છતાં નકવીએ BCCI ને ટ્રૉફી સોંપી નહોતી અને આ વિવાદ વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાની અધિકારી મોહસીન નકવી, જે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ પણ છે, તેમના દ્વારા ભારતને ટ્રૉફી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ટ્રૉફી સોંપવા અંગે અનેક મતભેદો પછી, વિવાદ હજી પણ ઉકેલાયો નથી.

આ ટ્રૉફી મોહસીન નકવીના કાર્યાલયમાં જ રાખવામાં આવી છે, અને તેમણે દુબઈમાં એક સમારોહ સાથે ભારતીય ટીમના સભ્યને આપવા માટે પોતાની જીદ પર અડગ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ માગણીઓ સ્વીકારવાનો સતત ઇનકાર કરવાથી આ વિવાદ સર્જાયો છે. જોકે આ બધા વચ્ચે તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનમાં તેમના ટ્રૉફી ન આપવા બદલ વખાણ થઈ રહ્યા છે. આ વીડિયોથી હવે ટ્રોલિંગ શરૂ થઈ છે.



એક સ્થાનિક પાકિસ્તાની કાર્યક્રમમાંથી તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં, મોહસીન નકવીને ભારતીય ક્રિકેટ બોર્ડ સાથેના વિવાદ દરમિયાન તેમના મક્કમ વલણ માટે સન્માનિત અને પ્રશંસા મેળવતા જોવા મળ્યા હતા. હોસ્ટે દર્શકો સાથે શૅર કર્યું કે મોહસીન નકવી ભારતીય ટીમને ટ્રૉફી આપે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ભારતીય ટીમ બીજા કોઈ પાસેથી સન્માનની અપેક્ષા રાખી રહી હતી. સ્પીકરે કહ્યું, "પર ઉનકો યે નહી પતા કી હમારે ચૅરમૅન સાહબ વઝીર-એ-દખલા ભી હૈ. ઉનહોને ભી ટીમ કો દહેશતગર્દો જૈસે હૅન્ડલ કિયા ઔર ટ્રૉફી ગાડી મેં ડાલકે લેકર આયે. આજ પૂરી ઇન્ડિયા ટ્રૉફી કે પીછે ભાગ રહે છે."


અહીં જુઓ વીડિયો

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hi Pakistan (@pakclarity)


નેટિઝન્સ આપી પ્રતિક્રિયાઓ

જોકે, વાયરલ વીડિયોને નેટીઝન્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યો છે કારણ કે ઘણા યુઝર્સે મોહસિન નકવીને `ટ્રૉફી ચોર` કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ઉફ્ફ, એક તુમ ઔર એક તુમ્હારી યે છોટી છોટી ખુશિયાં!" જ્યારે એક યુઝરે કમેન્ટ કરી, "ભાઈ ચૅમ્પિયન કોન હૈ ઇન્ડિયા ટ્રૉફી યાદ નહીં રખી જાતી પર ચૅમ્પિયન કોન થા વો યાદ રખા જાતા હૈ." અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, "તે ગર્વ ટ્રૉફી ચોર છે." જ્યારે એક યુઝરે લખ્યું, “કોઈ તમારી ટ્રૉફીની પાછળ નથી. ભારતીયો એશિયા કપ ચૅમ્પિયન છે જેમણે આ ફેર અને સ્ક્વૅર જીત્યું છે."

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2025 05:09 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK