સલમાન ખાને થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે તેણે સાઉથના જાણીતા નિર્માતા દિલ રાજુની નવી ફિલ્મ સાઇન કરી છે અને હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. સલમાનની આ ફિલ્મમાં તેની સાથે નયનતારાની જોડી છે.
મૉન્સ્ટર સલમાન ખાન
સલમાન ખાને થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે તેણે સાઉથના જાણીતા નિર્માતા દિલ રાજુની નવી ફિલ્મ સાઇન કરી છે અને હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. સલમાનની આ ફિલ્મમાં તેની સાથે નયનતારાની જોડી છે. હવે ફિલ્મના ટાઇટલનો પણ ખુલાસો થઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે સલમાનની આ ફિલ્મનું નામ ‘મૉન્સ્ટર’ રાખવામાં આવ્યું છે.
સલમાન હાલમાં આ ફિલ્મના સેટ પર જ મોટા ભાગનો સમય વિતાવી રહ્યો છે અને મોટા પાયે ઍક્શન સીનનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ તથા તામિલ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.
