સલમાને એક વિડિયો શૅર કર્યો છે જેમાં કેટલાક લોકો ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ના સ્ક્રીનિંગ દરમ્યાન ફટાકડા ફોડી રહ્યા છે. મહેશ માંજરેકરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સલમાનની સાથે આયુષ શર્મા અને મહિમા મકવાણા છે
સલમાને એક વિડિયો શૅર કર્યો છે જેમાં કેટલાક લોકો ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ના સ્ક્રીનિંગ દરમ્યાન ફટાકડા ફોડી રહ્યા છે
સલમાન ખાને લોકોને વિનંતી કરી છે કે તેઓ થિયેટર્સની અંદર ફટાકડા ન ફોડે. સલમાને એક વિડિયો શૅર કર્યો છે જેમાં કેટલાક લોકો ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ના સ્ક્રીનિંગ દરમ્યાન ફટાકડા ફોડી રહ્યા છે. મહેશ માંજરેકરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સલમાનની સાથે આયુષ શર્મા અને મહિમા મકવાણા છે. આ ઍક્શન-થ્રિલર જોઈને લોકો પણ જોશમાં આવી ગયા હતા અને સિનેમા હૉલ્સમાં જ ફટાકડા ફોડવા લાગ્યા. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે ‘મારા તમામ ફૅન્સને વિનંતી કરું છું કે તેઓ ઑડિટોરિયમની અંદર ફટાકડા ન લઈ જાય, એને કારણે મોટી આગ લાગતાં તમે તમારો અને અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છો. થિયેટરમાલિકોને પણ મારી વિનંતી છે કે સિનેમા હૉલ્સમાં અંદર ફટાકડા લઈ જવાની પરવાનગી ન આપો. એન્ટ્રી વખતે જ સિક્યૉરિટી પણ તેમને અટકાવે. ફિલ્મને તમે એન્જૉય કરો, પરંતુ આવી રીતે નહીં. એથી સૌને મારી નમ્ર વિનંતી છે.’
તો સલમાનના કેટલાક ફૅન્સ આ ફિલ્મના પોસ્ટર પર દૂધ રેડતા જોવા મળ્યા હતા. એને જોઈને સલમાને તેમને પણ દૂધનો બગાડ ન કરવાની સલાહ આપી છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે ‘કેટલાક લોકોને પાણી પણ પીવા નથી મળતું અને તમે લોકો આવી રીતે દૂધનો બગાડ કરી રહ્યા છો. જો તમને લોકોને દૂધ આપવું જ છે તો મારી તમને વિનંતી છે કે તમે લોકો જે ગરીબ બાળકોને દૂધ નથી મળતું તેમને પીવડાવો.’