Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવી બુલેટપ્રૂફ કારમાં સલમાન ખાનની મુંબઈના રસ્તા પર લટાર

નવી બુલેટપ્રૂફ કારમાં સલમાન ખાનની મુંબઈના રસ્તા પર લટાર

Published : 04 June, 2025 07:30 AM | Modified : 05 June, 2025 07:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં સલમાન ખાન મુંબઈના રસ્તાઓ પર પોતાની નવી ચમકતી બ્લૅક મર્સિડીઝ-બેન્ઝ Maybach GLSમાં જોવો મળ્યો

સલમાન ખાન

સલમાન ખાન


સુપરસ્ટાર સલમાન ખાન પાસે અનેક મોંઘી અને લક્ઝરી કાર છે. ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગ તરફથી ધમકીઓ મળ્યા બાદ તેમ જ તેના ઘર ગૅલૅક્સી અપાર્ટમેન્ટ બહાર ફાયરિંગ થયા બાદ તેણે બુલેટપ્રૂફ ગાડીઓ પણ ખરીદી છે. હંમેશાં વાય પ્લસ સુરક્ષાના કવચમાં રહેતા સલમાને હવે એક બુલેટપ્રૂફ મર્સિડીઝ-બેન્ઝ Maybach GLS પણ ખરીદી છે. મર્સિડીઝ-બેન્ઝ Maybach GLSની મુંબઈમાં એક્સ-શોરૂમ કિંમત ૩.૩૯-૩.૭૧ કરોડ રૂપિયા છે અને બુલેટપ્રૂફિંગ બાદ એની કિંમતમાં વધારો થયો હશે. મર્સિડીઝનું આ મૉડલ ફાઇવ સીટર છે અને એનું એન્જિન 3982 ccનું છે તેમ જ એની ટૉપ સ્પીડ 250 kmph છે. સોમવારે સલમાન મુંબઈના રસ્તાઓ પર આ કારમાં જોવા મળ્યો હતો. 


આ પહેલાં પણ ગયા વર્ષે સલમાને એક બુલેટપ્રૂફ ગાડી ખરીદી હતી જે દુબઈથી મગાવવામાં આવી હતી. તેમની પાસે પહેલાંથી જ એક બુલેટપ્રૂફ નિસાન પૅટ્રોલ હતી, પરંતુ ગયા વર્ષે બીજી નિસાન પૅટ્રોલ પણ દુબઈથી મગાવવામાં આવી હતી. સુરક્ષા અને પાવરની દૃષ્ટિએ શાનદાર આ ગાડીની કિંમત બે કરોડ રૂપિયા હોવાનું કહેવાયું હતું. હવે સલમાને નવી બુલેટપ્રૂફ કારની ખરીદી કરી છે. 



ક્લિક થઈ ગયો સલમાનનો નવો લુક

 
હાલમાં સલમાન ખાન મુંબઈના રસ્તાઓ પર પોતાની નવી ચમકતી બ્લૅક મર્સિડીઝ-બેન્ઝ Maybach GLSમાં જોવો મળ્યો. આ સમયે ક્લિક થયેલી તેની તસવીરોમાં નવી કાર તો જોવા મળે જ છે પણ સાથે-સાથે તેના ફૅન્સને તેનો નવો લુક  પણ જોવા મળ્યો છે. સલમાને નવા લુકમાં દાઢી હટાવીને મૂછો રાખી છે. સલમાનનો આ લુક સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. સલમાનના ફૅન્સમાં ચર્ચા છે કે આ લુક તેમની આગામી ફિલ્મ માટે છે જેમાં તે ગલવાન ખીણના શહીદ કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યો છે. તેમણે ૨૦૨૦ની ૧૪ જૂનના ગલવાન ખીણમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સામે 16 બિહાર રેજિમેન્ટનું નેતૃત્વ કર્યું હતું. આ સંઘર્ષમાં કર્નલ બાબુ શહીદ થયા હતા અને તેમને ૨૦૨૧માં મહાવીર ચક્ર મરણોત્તર આપવામાં આવ્યો હતો. સલમાને તેના પનવેલના ફાર્મહાઉસ પર આ ફિલ્મ માટે ઇન્ટેન્સ શારીરિક તાલીમ શરૂ કરી છે જેથી તે લદ્દાખના પડકારોનો સામનો કરી શકે. સલમાન આ રોલને ‘મિશન’ તરીકે જુએ છે.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK