કૅટરિના કૈફ અને વિકી કૌશલની દીકરાના જન્મના સમાચાર આપતી પોસ્ટ પર સલમાનના નકલી મેસેજવાળી પોસ્ટ ચર્ચામાં
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કૅટરિના કૈફ અને વિકી કૌશલે સાતમી નવેમ્બરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના દીકરાના જન્મની ખુશખબર આપી હતી. આ ખુશીના પ્રસંગે અનેક સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર કપલને શુભેચ્છા પાઠવી હતી. જોકે ટૂંક સમયમાં જ એક સ્ક્રીન-શૉટ ચર્ચામાં આવ્યો હતો જેમાં કૅટરિનાની આ પોસ્ટ પર એક્સ-બૉયફ્રેન્ડ સલમાન ખાને એવી કમેન્ટ કરી છે કે ‘યે સબ પ્રાઇવેટ ચીજેં ઇન્ટરનેટ પર મત ડાલા કરો યાર...’ જોકે પછી તરત ખબર પડી કે સલમાનનો આ મેસેજ બનાવટી હતો. હકીકતમાં સલમાને આવી કોઈ કમેન્ટ નથી કરી અને આ કોઈએ ઉપજાવી કાઢેલી વાત છે.
કૅટરિના કૈફની મમ્મી દોહિત્રને જોવા પહોંચી હૉસ્પિટલ
ADVERTISEMENT

કૅટરિના કૈફ અને વિકી કૌશલ ૭ નવેમ્બર દીકરાનાં પેરન્ટ્સ બન્યાં છે. બાળકનો જન્મ ગિરગાવની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં થયો હતો. દીકરાના આગમનને પગલે હાલમાં પરિવારમાં ભારે ઉત્સાહનું વાતાવરણ છે અને તેમને મિત્રો-ફૅન્સ તરફથી શુભેચ્છા મળી રહી છે. હાલમાં કૅટરિનાની મમ્મી સુઝૅન ટર્કોટ પણ પોતાના દોહિત્રને જોવા હૉસ્પિટલ પહોંચી હતી અને તેના ચહેરા પર આ વાતનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો. સુઝૅન હાલમાં પરિવારના બાકીના સભ્યો સાથે લંડનમાં રહે છે અને તે કૅટરિનાના સંતાનને જોવા માટે ખાસ ભારત આવી છે.


