Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય ખન્ના કે પછી પુષ્પાનો વિલન ફહાદ ફાસિલ?

અક્ષય ખન્ના કે પછી પુષ્પાનો વિલન ફહાદ ફાસિલ?

Published : 06 May, 2026 10:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાનની આગામી ફિલ્મમાં વિલન બનવા માટે આ બે સ્ટાર્સ વચ્ચે ગળાકાપ સ્પર્ધા

અક્ષય ખન્ના, ફહાદ ફાસિલ

અક્ષય ખન્ના, ફહાદ ફાસિલ


હાલમાં સલમાન ખાન સાઉથના પ્રોડ્યુસર દિલ રાજુની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો છે જેમાં તેની સાથે લીડ ઍક્ટ્રેસ તરીકે નયનતારાને સાઇન કરવામાં આવી છે. હવે ચર્ચા છે કે આ ફિલ્મમાં વિલનના રોલ માટે અક્ષય ખન્ના અને ‘પુષ્પા’ના વિલન ફહાદ ફાસિલના નામની વિચારણા ચાલી રહી છે અને બન્નેમાંથી એકને ફાઇનલ કરવામાં આવશે.

આ ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ વિલન તરીકે એવા ઍક્ટરની જરૂર છે જે સલમાનને જોરદાર ટક્કર આપી શકે. અક્ષય ખન્ના અને ફહાદ ફાસિલ બન્ને ટૅલન્ટેડ હોવાના કારણે કોઈ એકની પસંદગી કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. ટૂંક સમયમાં ફિલ્મનું હૈદરાબાદ શેડ્યુલ શરૂ થશે અને એ પહેલાં વિલનની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સલમાન અને વિલન વચ્ચેના સીન એ જ સમયે શૂટ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK