સલમાનનો આ ફ્લૅટ તે હાલમાં જ્યાં રહે છે એ ગૅલૅક્સી અપાર્ટમેન્ટથી ૨.૨ કિલોમીટર દૂર છે. ૧૩૧૮ સ્ક્વેર ફીટ વિસ્તાર ધરાવતા આ ફ્લૅટમાં ત્રણ પાર્કિંગ સ્પેસ પણ છે.
સલમાન ખાન
તાજેતરમાં ઘણા ફિલ્મસ્ટાર્સે મુંબઈમાં પ્રૉપર્ટી ખરીદી અને વેચી છે અને હવે આ યાદીમાં સલમાન ખાનનું નામ પણ ઉમેરાયું છે. રિપોર્ટ પ્રમાણે હાલમાં સલમાને બાંદરા-વેસ્ટનો તેનો એક ફ્લૅટ ૫.૩૫ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. સલમાનનો આ ફ્લૅટ તે હાલમાં જ્યાં રહે છે એ ગૅલૅક્સી અપાર્ટમેન્ટથી ૨.૨ કિલોમીટર દૂર છે. ૧૩૧૮ સ્ક્વેર ફીટ વિસ્તાર ધરાવતા આ ફ્લૅટમાં ત્રણ પાર્કિંગ સ્પેસ પણ છે. મળતી માહિતી પ્રમાણે આ ડીલનું રજિસ્ટ્રેશન જુલાઈ ૨૦૨૫માં થયું છે અને એના માટે ૩૨.૦૧ લાખ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે.

