હકીકતમાં સમન્થાનું લેટેસ્ટ ટ્રાન્સફૉર્મેશન લોકોને બિલકુલ પસંદ નથી આવી રહ્યું અને તેઓ તેને ‘દૂબળી’ અને ‘બીમાર’ કહી રહ્યા છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સાઉથની સુપરસ્ટાર સમન્થા રુથ પ્રભુ છેલ્લા ઘણા દિવસોથી પોતાના લુક્સને લઈને સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. હકીકતમાં સમન્થાનું લેટેસ્ટ ટ્રાન્સફૉર્મેશન લોકોને બિલકુલ પસંદ નથી આવી રહ્યું અને તેઓ તેને ‘દૂબળી’ અને ‘બીમાર’ કહી રહ્યા છે. જોકે હવે સમન્થાએ એક વિડિયો શૅર કરીને ટ્રોલર્સને ઝાટક્યા છે. વિડિયોમાં સમન્થા જબરદસ્ત વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
સમન્થાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે પુલ-અપ્સ કરતી જોવા મળી છે. આ વિડિયો શૅર કરીને તેણે લખ્યું, ‘બસ, આ જ વાત છે. તમે મને દૂબળી, બીમાર કે આવું કંઈ પણ ન કહી શકો જ્યાં સુધી તમે પહેલાં મને ત્રણ પુલ-અપ્સ કરીને ન બતાવો.’

