આ દરમ્યાન સમન્થાએ પોતાના ઘરે ખાસ પૂજા અને અનુષ્ઠાનનું આયોજન કર્યું હતું જેમાં પરિવારના નજીકના સભ્યો પણ સામેલ થયા હતા. સમન્થાએ આ અંગત અને ખાસ પ્રસંગની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.
રાજ નિદિમોરુ અને સમન્થા રુથ પ્રભુ
સમન્થા રુથ પ્રભુ ટૂંક સમયમાં પહેલી વખત મમ્મી બનવાની છે. હાલમાં તે પતિ રાજ નિદિમોરુ સાથે મળીને બાળકના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. આ દરમ્યાન સમન્થાએ પોતાના ઘરે ખાસ પૂજા અને અનુષ્ઠાનનું આયોજન કર્યું હતું જેમાં પરિવારના નજીકના સભ્યો પણ સામેલ થયા હતા. સમન્થાએ આ અંગત અને ખાસ પ્રસંગની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં સમન્થા અને રાજ પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરતાં અને પરિવારના વડીલોના આશીર્વાદ લેતાં જોવા મળી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર સામે આવેલી આ તસવીરો જોઈને ચાહકો પણ આ જોડીને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
