Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોઈ પણ ડિસ્કાઉન્ટ વગર રામાયણના હિન્દી વર્ઝનનું ભારતમાં નેટ કલેક્શન ૬૫૩ કરોડ રૂપિયાને પાર

કોઈ પણ ડિસ્કાઉન્ટ વગર રામાયણના હિન્દી વર્ઝનનું ભારતમાં નેટ કલેક્શન ૬૫૩ કરોડ રૂપિયાને પાર

Published : 19 November, 2026 10:23 AM | Modified : 19 November, 2026 10:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રામાયણ’ હવે માત્ર એક ફિલ્મ નથી રહી, દર્શકો માટે લાગણીનો વિષય બની ગઈ છે. ‘રામાયણ’ની સ્ક્રીનિંગને લઈને હવે કલકત્તાની મલ્ટિપ્લેક્સ ચેઇને એક મોટું પગલું ભર્યું છે. થિયેટરના માલિકોએ પૈસા કરતાં લોકોની આસ્થાને વધુ મહત્ત્વ આપીને એક કડક નિયમ બનાવ્યો છે.

રામાયણનું પોસ્ટર

રામાયણનું પોસ્ટર


પાંચમી નવેમ્બરે રિલીઝ થયેલી ‘રામાયણ’ બૉક્સ-ઑફિસ પર સતત સારો દેખાવ કરી રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝનની બીજા મંગળવારે પણ ધમાકેદાર કમાણી યથાવત્ રહી છે. ફિલ્મે બીજા મંગળવારે પણ સોમવાર જેટલી જ કમાણી કરીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ કમાણી વધુ નોંધપાત્ર એટલા માટે છે કે મંગળવારે સામાન્ય રીતે ટિકિટના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે, પણ આટલી મોટી કમાણી કોઈ પણ ડિસ્કાઉન્ટેડ ટિકિટ ઑફર વિના થઈ છે.

રામાયણના હિન્દી વર્ઝનનું બીજા અઠવાડિયાનું કલેક્શન

શુક્રવાર

૩૭.૫૦ કરોડ રૂપિયા

શનિવાર

૫૭ કરોડ રૂપિયા

રવિવાર

૫૮ કરોડ રૂપિયા

સોમવાર

૨૫ કરોડ રૂપિયા

મંગળવાર

૨૩.૫૦ કરોડ રૂપિયા

કુલ નેટ કલેક્શન

૬૫૩.૭૩ કરોડ રૂપિયા



રામાયણના શો દરમ્યાન કલકત્તાના થિયેટરમાં નહીં મળે નૉન-વેજ ફૂડ


‘રામાયણ’ હવે માત્ર એક ફિલ્મ નથી રહી, દર્શકો માટે લાગણીનો વિષય બની ગઈ છે. ‘રામાયણ’ની સ્ક્રીનિંગને લઈને હવે કલકત્તાની મલ્ટિપ્લેક્સ ચેઇને એક મોટું પગલું ભર્યું છે. થિયેટરના માલિકોએ પૈસા કરતાં લોકોની આસ્થાને વધુ મહત્ત્વ આપીને એક કડક નિયમ બનાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ‘રામાયણ’ના શો માટે કલકત્તાના SVF ‌થિયેટરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મલ્ટિપ્લેક્સે આ ફિલ્મના શો દરમ્યાન માત્ર શાકાહારી ફૂડ પીરસવાનો નિર્ણય લીધો છે. ફિલ્મના વિષય સાથે જોડાયેલી ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને થિયેટરના માલિકોએ આ નિર્ણય લીધો છે.


આ નિર્ણય વિશે વાત કરતાં થિયેટર સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘કંપની માને છે કે કેટલીક ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત હોતી નથી, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતો સાથે પણ જોડાયેલી હોય છે. હિન્દુ મહાકાવ્ય પ્રત્યે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘રામાયણ’ના શો દરમ્યાન જ્યારે હનુમાનચાલીસા વાગી રહી હતી ત્યારે ઑડિટોરિયમ મંદિર જેવું લાગતું હતું એટલું જ નહીં, બહાર અમે પણ એવો જ અનુભવ કરી રહ્યા હતા. આ સંજોગોમાં થિયેટરની બહાર આવેલા કાઉન્ટર પર અને અન્ય ફિલ્મોના શો દરમ્યાન
નૉન-વેજ ફૂડ મળશે, પણ ‘રામાયણ’ના શો દરમ્યાન ઑડિટોરિયમની અંદર નૉન-વેજ પર પ્રતિબંધ રહેશે.’

કેરલમની ૫૦ કરોડ રૂપિયાની ક્લબમાં સ્થાન મેળવનારી પહેલી બૉલીવુડ ફિલ્મ બની રામાયણ

૧૩ દિવસમાં ૫૧.૫૧ કરોડ રૂપિયાની કમાણી

રણબીર કપૂર અને યશની ફિલ્મ ‘રામાયણ’ હિન્દી બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે ત્યારે દક્ષિણ ભારતમાં પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કેરલમમાં પણ આ ફિલ્મ દર્શકોની પહેલી પસંદ બની છે. ફિલ્મે રિલીઝના માત્ર ૧૩ દિવસમાં કેરલમ બૉક્સ-ઑફિસ પર એવો રેકૉર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી બૉલીવુડની કોઈ પણ ફિલ્મ બનાવી શકી નથી.

‘રામાયણ’એ ૧૩ દિવસ પૂર્ણ કરતાં જ કેરલમ બૉક્સ-ઑફિસ પર ૫૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ કેરલમની ૫૦ કરોડ રૂપિયાની ક્લબમાં સ્થાન મેળવનારી એ અત્યાર સુધીની પહેલી અને એકમાત્ર બૉલીવુડ ફિલ્મ બની છે.

ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો કેરલમમાં ‘રામાયણ’એ શરૂઆતના ૧૧ દિવસમાં કુલ ૪૫.૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી ૧૬ નવેમ્બરે ફિલ્મના કલેક્શનમાં વધુ ૩.૩૬ કરોડ રૂપિયાનો ઉમેરો થયો હતો જેનાથી કુલ કમાણી ૪૯.૧૬ કરોડ રૂપિયા થઈ હતી જ્યારે તેરમા દિવસે ફિલ્મે ૨.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે કેરલમમાં ફિલ્મની ૧૩ દિવસની કુલ કમાણી ૫૧.૫૧ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK