હાલમાં સારાએ સોશ્યલ મીડિયામાં મમ્મી અમૃતા સિંહ સાથે ઇટલીમાં માણેલા વિન્ટર વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે.
સારાએ સોશ્યલ મીડિયામાં મમ્મી અમૃતા સિંહ સાથે ઇટલીમાં માણેલા વિન્ટર વેકેશનની તસવીરો પોસ્ટ કરી
સારા અલી ખાનને ફરવાનો ઘણો શોખ છે. કામમાંથી સમય કાઢીને અભિનેત્રી ઘણી વાર વેકેશન પર નીકળી જાય છે. હાલમાં સારાએ સોશ્યલ મીડિયામાં મમ્મી અમૃતા સિંહ સાથે ઇટલીમાં માણેલા વિન્ટર વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સારા તેની મમ્મી પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. ઇટલીમાં ડોલોમાઇટ્સની પર્વતમાળામાં ક્લિક કરેલી આ તસવીરો સાથે સારાએ કૅપ્શન લખી હતી કે ‘DND - ડોલોમાઇટ્સ, નેચર ઍન્ડ ડિયરેસ્ટ મૉમી.’
