Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુવર્ણ મંદિરમાં અરદાસ વખતે ઇમોશનલ થઈને રડી પડી સારા અલી ખાન

સુવર્ણ મંદિરમાં અરદાસ વખતે ઇમોશનલ થઈને રડી પડી સારા અલી ખાન

Published : 22 October, 2026 09:10 AM | Modified : 22 October, 2026 10:18 AM | IST | Amritsar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના મંગળવારે તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન માટે અમ્રિતસર પહોંચ્યાં હતાં. આ દરમ્યાન બન્ને કલાકારોએ સુવર્ણ મંદિરમાં દર્શન પણ કર્યાં હતાં.

સુવર્ણ મંદિરમાં સારા અલી ખાન

સુવર્ણ મંદિરમાં સારા અલી ખાન


સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના મંગળવારે તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન માટે અમ્રિતસર પહોંચ્યાં હતાં. આ દરમ્યાન બન્ને કલાકારોએ સુવર્ણ મંદિરમાં દર્શન પણ કર્યાં હતાં. સારા અને આયુષ્માને ત્યાંની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને વાહેગુરુના આશીર્વાદ લેતા બન્નેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ વિડિયોમાં સારા અલી ખાન અરદાસ વખતે ભાવુક થઈને રડતી જોવા મળી રહી છે. સુવર્ણ મંદિરમાં આશીર્વાદ લેતી વખતે સારાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં. 

સારાએ આયુષ્માન સાથે આ પવિત્ર સ્થળની એક તસવીર શૅર કરીને ચાહકોને પોતાની યાત્રાની ઝલક દેખાડી હતી. બન્ને કલાકારોએ સફેદ રંગનાં કપડાં પહેર્યાં હતાં અને સારાએ દુપટ્ટાથી પોતાનું માથું ઢાંક્યું હતું અને આ તસવીરમાં બન્ને હાથ જોડીને પ્રાર્થના કરતાં જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 10:18 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK